રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીનો ભરડો : ઘરોના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો

0
66

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

સૌથી પ્રતિકૂળ માહોલ દિલ્હી-એનસીઆરમાં જાવા મળ્યો

નોટબંધી, જીએસટી અને રેરા એક્ટની રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થતા આ ક્ષેત્રની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે. વિવિધ પ્રતિકૂળતાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘરો (મકાન)ના વેચાણમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થવા પામ્યો છે. જેમાં સૌથી પ્રતિકૂળ માહોલ દિલ્હી- એનસીઆરમાં જાવા મળ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત સંસ્થા એનારોક દ્વારા તાજેતરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં દેશના મોટા શહેરોમાં રેસીડેન્શીયલ યુનિટ એટલે કે ઘરના વેચાણ સંબંધિત ગતિવિધિઓના આંકડાની જાહેરાત કરાઈ હતી.

આ અભ્યાસના તારણ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશના મોટા શહેરોમાં લોકો નવા ઘરની ખરીદીથી દૂર થઈ રહ્યા છે. જેના કારણે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા સહિતના અન્ય મોટા શહેરોમાં નવા ઘરના વેચાણમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આમ, આ આંકડો એ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સામે એક પડકાર ઉભો કર્યો છે. આ અભ્યાસમાં દેશના ચાર મહાનગરો અને દસેક જેટલા મોટા શહેરોનો સમાવેશ કરીને આ શહેરોમાં નવા ઘરના વેચાણ સંદર્ભે એકત્ર કરાયેલા આંકડા મુજબ ગત વર્ષે ૨,૦૨,૮૦૦ ઘરનું વેચાણ થયું હતું તેની સરખામણીએ ૨૦૧૩ અને ૨૦૧૪ દરમિયાન ૩.૩ લાખ જેટલા નવા ઘરોનુ વેચાણ થયું હતું. આમ, દેશના મોટા શહેરોમાં નવા રેસીડેન્શીયલ યુનિટના વેચાણમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના મુખ્ય બજાર તરીકે ઉભરી આવેલ દિલ્હી- એનસીઆરની વાત કરીએ તો ૨૦૧૩ અને ૨૦૧૪માં અહીં ૧,૧૬,૨૫૦ નવા યુનિટ્‌સ (ઘર)નું વેચાણ થયું હતું. તેની સામે ૨૦૧૭માં માત્ર ૩૬૬૦૦ યુનિટ્‌સનું જ વેચાણ થયું હતું. આમ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેસીડેન્શીયલ યુનિટ સંદર્ભે દિલ્હી – એનસીઆર ક્ષેત્રે ભારે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા તેની અસર દેશના અન્ય બજારો પર પણ થવા પામી છે.

આ યાદીમાં બીજા ક્રમે મુંબઈ અને ત્રીજા ક્રમે કોલકાતા- ચેન્નાઈ આવે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતોના મત મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ ક્ષેત્ર એક નહીં બલ્કે અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરી રહ્યો છે. જેમાં મુખ્ય પ્રતિકૂળતા પ્રોપર્ટીના ઊંચા ભાવની છે. દેશમાં વધતી મોંઘવારી સામે ઊંચા ભાવની પ્રોપર્ટી ખરીદવા ખાસ કોઈ રસ દાખવતું ન હોવાના કારણે નવા ઘરના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સૂચિત સમય દરમિયાનની વિવિધ પ્રતિકૂળતાઓ ઉપરાંત નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી અને જીએસટીની પણ આ ક્ષેત્ર પર ગંભીર અસર જાવા મળી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY