પાર્કિંગ કરવા મુદ્દે થયેલા ઝઘડામાં વૃદ્ધ વ્યકિતની મારમારીને હત્યા

0
9

ન્યુ દિલ્હી,તા.૧૩
દિલ્હીમાં પા‹કગને લઇને થયેલા ઝઘડામાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. અગ્રણી સમાચાર પત્રમાં છપાયેલા ન્યૂઝ પ્રમાણે શાદીપુર વિસ્તારમાં સ્કુટર ઊભુ રાખવા પર રોકવામાં આવતા વૃદ્ધની માર-મારીને હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના ગુરુવાર રાતની છે જ્યારે ભોપાલ સિંહ નામના એક વૃદ્ધે પોતાના ઘરની બહાર સ્કુટર ઊભું રાખવાની ના પાડી હતી. તેમણે પોતાના ઘરની બાલ્કની નીચે ઊભેલા એક શખ્સને કહ્યું કે, તે પોતાનું સ્કુટર તેમના ઘરની આગળ ઊભુ રાખે નહી. તેમણે આવીને યુવકને કહ્યું કે, તેનાથી તેના ઘરનો માર્ગ બ્લોક થઇ જશે. પરંતુ આ સાંભળી યુવક ગુસ્સે ભરાયો અને તેણે ભોપાલ સિંહને અપશબ્દો આપ્યા અને માર મારવા લગ્યો.
ઝઘડાનો અવાજ સાંભળી આડોશ-પાડોશના લોકો ભેગા થયાં તો આરોપી નાસી ગયો. જ્યારે વૃદ્ધે છાતીમાં દુખાવાની ફરીયાદ કરી તો તેમને હોÂસ્પટલ લઇ જવામાં આવ્યાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું.
મૃતકના ઘરવાળાઓએ આરોપ લગાવ્યો કે તેમની માર-મારીને હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસ તેમનું મોતનું કારણ બિમારી જણાવી રહ્યાં છે. પોલીસ પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલી કારણ જાણી શકાશે. પોલીસે આ મામલે ફરીયાદ નોંધી યુવકની ધરપકડ કરી લીધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY