વડોદરા,તા.૧૩
શહેરના વાડી ગેંડીગેટ રોડ ઉપર હાર્ડવેરના ગોડાઉનના કોઇ શખ્સો તાળાં તોડી તિજારીમાંથી રૂપિયા ૫ લાખ રોકડ મળી કુલ રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. વાડી પોલીસ મથકથી ૨૦૦ મીટર દૂરજ ગોડાઉનના તાળાં તૂટતા ગેંડીગેટ રોડના વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે. નોંધનીય છે કે, નવરાત્રી મહોત્સવમાં પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં વ્યસ્ત હોવાથી તસ્કરો માટે ચોરીઓ કરવા મોકળું મેદાન મળી ગયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગેંડીગેટ રોડ ઉપર સૈફી મહોલ્લામાં કુનુબુદ્દીન અકબરભાઇ દેસરવાલા રહે છે. અને તેજ સ્થેળે તેઓના હાર્ડવેરના વ્યવસાયનું સૈફી ટ્રેડીંગ નામનું ગોડાઉન આવેલું છે. શુક્રવારે રાત્રે કુનુબુદ્દીન પોતાના ઘર અને ગોડાઉનને તાળાં મારી અન્ય સ્થળે આવેલા બીજા ઘરે સૂવા માટે ગયા હતા.
આજે સવારે કુનુબુદ્દિન દેસરવાલા સૈફી મહોલ્લા સ્થિત ઘરે આવ્યા હતા. જ્યાં તેઓએ તેઓના મકાનના તાળાં તૂટેલા જાતા ચોંકી ઉઠ્યા હતા. આ સાથે તેઓએ ગોડાઉનના પણ તાળાં તૂટેલા જાતા વધુ ચોંકી ઉઠ્યા હતા. અને તુરતજ બનાવની જાણ વાડી પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
પ્રાથમિક તપાસમાં મકાનમાં તિજારીમાં મૂકેલા રોકડ રૂપિયા ૫ લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કોઇ શખ્સો રૂપિયા ૨૦ થી ૨૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું. સૈફી ટ્રેડીંગના કંપનીના માલિકના મકાનમાં અને તેઓના હાર્ડવેરના ગોડાઉનમાં થયેલી ચોરીની જાણ ગેંડીગેટ રોડના અન્ય વેપારીઓમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





