ઝડપી કાર્ય કરી પેન્ડિંગ કામોનો નિકાલ કરવા કલેક્ટરની સૂચના
વ્યારા, તા.૨૧
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે ડામોરે સી.એમ ડેશબોર્ડ અંતર્ગત તાપી જિલ્લાના વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી.
કલેકટરે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના સર્વાંગી ઉત્કર્ષ માટે અમલી વિવિધ યોજનાઓ અન્વયે અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, રોજગાર, તાલીમ તથા કૃષિ વિષયક યોજનાઓના અમલીકરણ બાબતે વિશેષ કાળજી લઇ ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં લક્ષ્યાંક પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. વધુમાં થયેલ પ્રગતિ સંદર્ભનો અહેવાલની નિયમિત રીતે ડેટા એન્ટ્રી થાય તે જોવા તથા પેન્ડીંગ કામગીરીના ઝડપી નિરાકરણ માટે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નિઝર પ્રાંત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક માવાણી, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



