વ્યારા આરોગ્ય વિભાગના ઉપક્રમે દિકરી દિવસની ઉજવણી કરાઈ

0
8

સયાજી ગ્રાઉન્ડથી કબૂતરખાના સુધી વિશાળ રેલી યોજાઈ
વ્યારા, તા.૨૫

આજે તા. ૨૪મી, જાન્યુઆરી વિશ્વ દિકરી દિવસના ઉપલક્ષમાં વ્યારા ખાતે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, તાપી દ્વારા દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલ તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યારા નગરમાં સયાજી ગ્રાઉન્ડથી કબુતર ખાના સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર એન.કે.ડામોર અને જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરીએ આ રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વધુમાં આજે તા. ૨૪મી, જાન્યુઆરીના રોજ જનરલ હોસ્પીટલમાં જન્મેલ દિકરીઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલ અને જનરલ હોસ્પીટલના આર.એમ.ઓ ડા. હર્ષિદાબેન ગામીતે બેબી કીટ, મીઠાઇ અને ચાંદીનો સિકકો આપી દિકરીના જન્મને વધાવ્યો હતો. રેલી બાદ ડી.જેના તાલે બેટી વધાવો અંગેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિકરી દિવસની ઉજવણીમાં આરોગ્ય શાખાના અધિકારી/કર્મચારીઓ, નર્સગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, હોમિયોપથિક કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY