દમણથી ગેરકાયદે ગુજરાતમાં દારૂ લાવતા બે બુટલેગરો પાસામાં ફીટ

0
24

દોઢ મહિનામાં આઠ બુટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
વલસાડ, તા.૨૫
ગુજરાત રાજયમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે. વલસાડ જિલ્લાની આજુબાજુમાં કેન્દ્રશાસીત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી(સેલવાસ) આવેલા છે, જ્યાં દારૂબંધીનો કાયદો લાગુ ન પડતો હોય અમૂક ઈસમો આ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગેરકાયદેસર રીતે આ જિલ્લામાં દારૂ ઘુસાડવાના સતત પ્રયત્નો કરતા રહે છે. જેના ઉપર અંકુશ મુકવા માટે ધી ગુજરાત અસામાજિક પ્રવૃતિ પ્રતિબંધક અધિનિયમ-૧૯૮પ(પાસા) હેઠળ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકને સુચના આપતાં તેમના તરફ્થી આવા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા ઈસમો (બુટલેગર) ની પાસા એકટ હેઠળની દરખાસ્તને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે છેલ્લા દોઢ માસમાં આવા કુલ-૮ ઈસમો ઉપર પાસાના કાયદાનું શસ્ત્ર ઉગામી કડક કાર્યવાહી હાથ ધરી છે.
આવા ઈસમો પૈકી સચીન ગોવિંદ ઠાકરે કે જેના ઉપર પ(પાંચ) જેટલા ગુન્હા નોંધાયેલા છે, તેઓ જામીન ઉપર છુટી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરતા હોવાથી અને આ પ ગુન્હાઓમાં પકડાયેલ દારૂની બોટલ નંગ-૬૧ર૩૬, જેની કિંમત રૂ.પ૭,ર૪૦૦૦/- તેમજ વાહનો તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ.૧,૩ર,૭૩,૬૦૮/-નો મુદ્દામાલ કબજે કરી પાસા કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી અપાયો છે.
જ્યારે મદન હરીવંશ પાન્ડે કે જેમની સામે ૩ ગુન્હા નોંધાયેલા છે, તેઓ પણ જામીન ઉપર છુટી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરતા હોય આ ત્રણ ગુન્હામાં બોટલ નંગ ૪૦,રર૪/- કિંમત રૂ.ર૮,૪પ,ર૦૦/-તેમજ વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.પ૪,૪૬,ર૦૦/-નો મુદામાલ કબજે કરી પાસા કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી અપાયો છે.
વધુમાં અન્ય ૬ ઈસમો વિરૂઘ્ધ પણ પાસા હેઠળ હુકમો કરી તેઅોને જેલભેગા કરવા પોલીસ અધિક્ષકશ્રી વલસાડને સુચના આપવામાં આવી હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ, વલસાડ દ્વારા જણાવાયું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY