આરોગ્યની વિવિધ યોજનાઓની જાણકારી માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો

0
10

પદાધિકારીઓને યોજના અંગે જાણકારી અપાઈ
વ્યારા, તા.૨૩

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા જિલ્લા સેવાસદન ખાતે આવેલ જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, તાપી દ્વારા આરોગ્ય વિભાગની યોજનાઓ અને કામગીરીથી કોમ્યનીટી લીડર અને પંચાયતી રાજના ચૂંટાયેલા સભ્યો વાકેફ થાય એ હેતુથી ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી ગજરાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, સમયાંતરે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરી પદાધિકારીઓને યોજનાઓની જાણકારી આપવામાં આવે જેથી નવી નવી યોજનાઓ અંગે પદાધિકારીઓ પણ માહિતગાર થઇ શકે અને યોજનાઓ લાભ પુરતા પ્રમાણમાં લોકોને અપાવી શકાય એમ જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરીથી ઉપસ્થિતોને અવગત કરાવી આરોગ્ય સેવાનો વ્યાપ વધે એ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. કવોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર કે.ટી.ચૌધરીએ આરોગ્ય સેવાની ગુણવત્તાના માપદંડ અંગે જાણકારી આપી હતી. સોનગઢ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર દિપકભાઇ ચૌધરીએ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિગતે સમજણ આપી હતી. આર.સી.એચ અધિકારી ડા. બિનેશભાઇ ગામીતે આભારવિધિ આટોપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY