બારડોલી લોકસભા મત ક્ષેત્રમાં કુલ ૧૪૬ વીઆઈપી મતદારો છે

0
7

સૌપ્રથમ વખત વીઆઈપી મતદારોને અલગ તારવવામાં આવ્યા
વ્યારા, તા.૨૭

આગામી તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનારી ૨૩-બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી જિલ્લાના કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમ વખત મતદાર યાદીમાંથી વી.આઇ.પી મતદારોને અલગ તારવવામાં આવ્યા છે. આ મતદારોની ચૂંટણી વિભાગે નોંધ રાખી અને તેમના નામો મતદાર યાદીમાં છે કે નહિં તેની ખાસ તકેદારી રાખી છે. ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા વિસ્તારમાં ૧૫૬-માંગરોળમાં ૩૩૧, ૧૫૭-માંડવી વિધાનસભા વિસ્તારમાં ૯૪, ૧૫૮-કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ૯૪, ૧૬૯-બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં ૨૦૭, ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૧૪૭, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૨૯૨ અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૨૮૬ મળી કુલ ૧૪૩૬ વી.આઇ.પી મતદારો છે.
આ તમામને માર્ક ઇલેકટર કહી શકાય તેવા વી.આઇ.પી મતદારોમાં સાંસદ, ધારાસભ્ય, ન્યાયધીશ, આઇ.એ.એસ, આઇ.પી.એસ, જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના પ્રમુખો, સભ્યો, નામી ઉદ્યોગપતિઓ, પૂર્વ સાંસદ/ધારાસભ્યો, પૂર્વ જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY