૧થી ૪ એિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
સુરત, તા.૨૭
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા મોટરીગ પબ્લીક વાહનોના ય્ત્ન૦૫.જીઠ સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૧/૦૪/૨૦૧૯ થી તા.૪/૦૪/૨૦૧૯ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૪/૦૪/૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી તા.૫/૦૪/૨૦૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. તા.૮/૪/૧૯ના બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ જમા કરાવી દેવાના રહેશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



