સુરત શહેરનો વિદ્યાર્થી ઈન્ટરનેશનલ ઓપન રીયલ ગોલ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ઝળક્યો

0
33

વંશ ચૌહાણ સ્પર્ધામાં બીજા ક્મે ઉત્તીર્ણ થયો
સુરત, તા.૧૧
ઈન્ટરનેશનલ ઓપન રીયલ ગોલ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશીપ ૨૦૧૯ (અંડર-૧૪) કે જેમાં ભારત, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, નેપાળના ૮૦ જેટલા સ્પર્ધકોમાં પ્રિ­ન્સ સ્કૂલ, માસમા ધોરણ ૭ના વિદ્યાર્થી વંશ મનીષભાઈ ચૌહાણ (વરિયાવ, સુરત) આ સ્પર્ધામાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયો હતો. જેને ઓર્ગેનાઈઝીંગ પ્રેસીડન્ટ જાગરાજસિંગ શાહણે અને ઈન્ટરનેશનલ રેફરી સુનિલ ભટ્ટના વરદ હસ્તે મેડલ, પ્રમાણપત્ર અપાયા હતા. બેંગકોક, થાઈલેનડ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં અગ્રીમ નંબરે પાસ થવા બદલ, પ્રિન્સ સ્કૂલના માનવંતા ટ્રસ્ટીગણ, શિક્ષણગણ, અગ્રણી કાર્યકર્તા ઈશ્વરભાઈ બી. ચૌહાણ, અંબુભાઈ ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ, મેહુલભાઈ તથા ભગુભાઈ સોલંકી, ઈશ્વરભાઈ વી. પરમારે પુષ્પગુચ્છ આપી બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિરલ ચૌહાણે કોચ તરીકે સેવા આપી હતી. વંશ કરાટે અને ક્રિકેટમાં પણ રસ ધરાવતા હોય અને ઈનામો મેળવ્યા છે. રોહિત સમાજે આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY