મુંબઈ,તા.૭
બોલીવુડની સુંદર અદાકારા કરીના કપૂર ખાનને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાને લઇને ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે જા તેને સારા કંટેન્ટની વેબ સીરીઝ મળશે તો તે જરુર તેનો ભાગ બનશે. જે કે કરીના કપૂર ખાનનો ઇશારો પતિ સૈફ અલીખીનની સુપરહીટ વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની તરફ છે. મીડિયા સાથે સવાલ જવાબની વચ્ચે જ્યારે કરીના કપૂર ખાનને વેબ સીરીઝમાં કામ કરવાનુ પુછવામાં આવ્યુ તો તેણે કહ્યું કે,’ જા મને સેક્રેડ ગેમ્સ જેવી કોઇ વેબ સીરીઝ મળે છે જેનુ કંન્ટેન્ટ સારુ હોય તો તેમાં કામ કરવા ઇચ્છીશ.’ સૈફ અલીખાનના વખાણ કરતા કરીના કપૂરે કહ્યું કે સૈફને આ વેબ સિરીઝ કર્યા બાદ ઘણા વખાણ મળ્યા. ભારતમાં હર કોઇએ અભિનયને પસંદ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખાન નેટફ્લિક્સ પર રિલીઝ થવા વાળી વેબ ફિલ્મ ‘મોગલીઃ લીજેન્ડ ઓફ ધ જંગલ’ માં પોતાનો અવાજ આપી રહી છે. કરીના કપૂર ખાન ‘કા’ કિરદારમાં પોતાનો અવાજ સંભળાવશે. વાત કરીએ નેટફ્લિક્સની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની તો તેની પહેલી સીઝન આ જ વર્ષે રીલીઝ થઇ છે. એમાં સૈફ અલીખાન સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં જ સેક્રેડ ગેમ્સ ના બીજા સીઝનનુ ટીઝર રિલીઝ થયુ છે. તેને દર્શકોએ ઘણુ પસંદ કર્યુ છે. તેની બીજી સીઝન આવતા વર્ષે નેટફ્લિક્સ પર પ્રસારિત કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




