વેલ્સ્પન ઈન્ડિયા કંપનીના માલિકે આ ઘર ખરીદ્યું,૨૦૯૮૯ સ્કવેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે મુંબઈમાં ફ્લેટનો સોદો અધધ….૧૨૭.૪૯ કરોડમાં થયો

0
586

મુંબઈ,તા.૩૦
મુંબઇમાં ઘર ખરીદવું હવે ગજા બહારની વાત બની રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક ઘરની કિંમત પાંચથી દસ કરોડ રુપિયાની હોય તો પણ ઠીક પરંતુ એક નામાંકિત વ્યકિતએ હાલમાં જ મુંબઇમાં ૧૨૭.૪૯ કરોડ રુપિયાનું ઘર ખરીદ્યુ છે.
વેલ્સ્પન ઇન્ડિયા કંપનીના માલિક રાજેશ મંડવેવાલાએ પ્રભાદેવી વિસ્તારમાં આ ઘર ખરીદ્યું છે જેનું નામ ૨૫-સાઉથ રાખવામાં આવ્યું છે. આ ઘર ૨૦૯૮૯ સ્કવેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. દરિયા કિનારા પર આવેલા આ ઘરની કિંમત ૧૨૭.૪૯ કરોડ રુપિયા છે. ૪૫થી ૪૭ એમ ત્રણ માળના આલીશાન ઘરને ૧૪ કારની પાર્કિંગ આપવામાં આવી છે. આ ઇમારતનું કામ હાલ ચાલી રહ્યું છે જે વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થવાનું છે.
પ્રત્યેક ઘરના રજિસ્ટ્રેશન સમયે સ્ટેમ્પ ડયૂટી અને જીએસટી ભરવી પડે છે. તે જ રીતે આ ઘરની સ્ટેમ્પ ડયૂટી ૬.૩૭ કરોડ રુપિયાની છે. આ પ્રકલ્પ વાધવા ગ્રુપ અને હબટાઉનની ભાગીદારીથી બની રહ્યો છે. ગ્રાહકોને તેમની ગરજ અનુસાર કંપનીએ ઘર બનાવીને આપ્યા છે. સૌથી ઓછી કિંમતનું ઘર આઠ કરોડ ૯૦ લાખ રુપિયાનું છે. આ સંપૂર્ણ પ્રોજેકટ પાંચ એકર જમીન પર પથરાયેલો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY