મોસ્કો,તા. ૨૨
વર્લ્ડ કપમાં આવતીકાલે આવતીકાલે પણ ત્રણ મેચો રમાનાર છે. જે પૈકીની સૌથી મહત્વપૂર્ણ મેચ હવે વર્તમાન ચેમ્પિયન જર્મની અને સ્વીડન વચ્ચેની રહેશે. જર્મનીની પોતાની પ્રથમ મેચમાં મેક્સિકોની સામે કારમી હાર થયા બાદ તેના પર પણ બહાર ફેંકાઇ જવાનુ સંકટ તોળાઇ રહ્યુ છે. આવી સ્થિતીમાં તેની સામે જીત મેળવવાની બાબત ફરજિયાત દેખાઇ રહી છે. જર્મનીને સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવાની જરૂર રહેશે. આવતીકાલે જે ત્રણ મેચો રમાનાર છે તે પૈકીની પ્રથમ મેચ બેલ્જિયમ અને ટ્યુનેશિયા વચ્ચે રમાનાર છે. જેનુ સ્પાર્ટક ખાતેથી સાંજે ૫-૩૦ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. જ્યારે બીજી મેચ દક્ષિંણ કોરિયા અને મેક્સિકો વચ્ચે રમાનાર છે. આ મેચનુ કોત્સોવ ખાતેથી ૮-૩૦ વાગેથી પ્રસારણ કરવામાં આવનાર છે. આવી જ રીતે ત્રીજી અને છેલ્લી મેચ જર્મની અને સ્વીડન વચ્ચે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ ૧૧-૩૦ વાગેથી કરવામાં આવનાર છે. મેચો રોમાંચક અને દિલધડક બને તેવી શક્યતા છે. બીજા રાઉન્ડની મેચોનો દોર હવે શરૂ થયો છે. હવે આગામી દોરમાં કોણ પહોંચી શકશે તે બાબતનુ ચિત્ર સ્પષ્ટ થશે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ થઇ ચુકી છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ,
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





