ન્યુ દિલ્હી,તા.૨
ફેસબુકની માલિકી ધરાવતી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ ટૂંક સમયમાં મેસેજ માટે ચાર્જીસ લેવાનું શરૂ કરી દેશે અને મેસેજ મોકલવાનો ચાર્જ એક ટેક્સ્ટ મેસેજ કરતાં પણ વધારે હશે. જો કે તમે સામાન્ય યુઝર છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
હકીકતમાં વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ પાસેથી ચાર્જીસ લેવાનું વિચારી રહ્યું છે. આ અંગેની જાણકારી કંપનીએ જ આપી છે. વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પરથી કરવામાં આવેલા મેસેજનો દર નક્કી કરવામાં આવશે અને તેના અંતર્ગત બિઝનેસ એકાઉન્ટ ચલાવનાર તમામ કંપનીઓ પાસેથી ચાર્જીસ વસૂલવામાં આવશે.
મેસેજની કિંમત અલગ-અલગ દેશો માટે અલગ-અલગ હશે. એક મેસેજ માટે ૩૦ પૈસાથી લઇને ૫.૮ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. ખાસ વાત એ છે કે મેસેજ માટે પૈસા ચુકવ્યા બાદ મેસેજ પહોચવાની ગેરેન્ટી હશે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ પરથી શિપિંગ કન્ફર્મેશન, અપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર, ટિકિટ જેવા નોટિફિકેશન્સ મોકલી શકાશે. જો કે તેના માટે એસએમએસ કરતાં વધારે ચાર્જ ચુકવવો પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




