દેશનો પહેલો કિસ્સો : પત્ની‘જાડી’ હોવાથી તલાક આપતા પતિની ધરપકડ થઇ

0
60

જાંબુઆ,તા.૨૫
મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લામાં એક વ્યક્તિ તેની પત્નિ જાડી હોવાના કારણે તલાક આપ્યા હતા પણ કેન્દ્ર સરકારે તાજેતરમાં બનાવેલા કાયદા હેઠળ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં કદાચ આ પહેલો કેસ હશે કે જેમાં, થોડા મહિનાઓ પહેલા પસાર થયેલા મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ્‌સ ઓન મેરેજ) ઓર્ડિનન્સ ૨૦૧૮ હેઠળ કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય.
આ કેસ જાંબુઆ જિલ્લાનાં મેઘનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આરોપી આરીફ હુસૈન દિવાન અને તેની માતા હુસૈન બાનો ગુજરાતનાં દાહોદ જિલ્લાના રહેવાસી છે. આ બંને આરોપીઓ હાલ ફરાર છે. ફરિયાદી મહિલા મેઘનગરની શેરાની મહોલ્લાની રહેવાસી છે અને તેણીએ આરીફ સાથે દસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. દંપતિને બે સંતાનો છે.
મહિલાની ફરિયાદ મુજબ, લગ્ન થયાના થોડા દિવસ પછી આરીફે તેની પજવણી ચાલુ કરી હતી અને કહેતો હતો કે, તુ બહુ જાડી છે અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આ ત્રાસથી કંટાળીને અંતે આ મહિલા તેના ભાઇના ઘરે રહેલા ચાલી ગઇ હતી.
મહિલાની આ ફરિયાદ પછી પોલીસે આરીફ અને તેની માતા સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં ટ્રિપલ તલાક મામલે ઓર્ડિનન્સ પસાર કર્યો હતો. આ ઓર્ડિનન્સમાં છ મહિનાની કેદની જાગવાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY