ધો.૧૦ની વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

0
8

દેવગઢબારીયા,તા.૫
દેવગઢબારીયામાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. શાળાએ ગયા બાદ ઘરે પાછી ન ફરતા પરિવારને ફાળ પડી ગઇ હતી. ત્યારબાદ તેનો મૃતદેહ મળતા પરિવાર આક્રંદ કરતો હતો. તેનું મોત કયા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી. પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
માહિતી પ્રમાણે દેવગઢબારીયાના મોટીખજૂરી ખાતે ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. વિદ્યાર્થીની શાળાએ જવા નિયત સમયે નીકળી હતી પરંતુ ઘરે સમયસર આવી ન હતી. જે પછી પરિવારે તેની તપાસ શરૂ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી.
વહેલી સવારે મોટીખજૂરી પાસેની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોના ટોળા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY