વડોદરા,તા.૨૮
શિયાળાનો પ્રારંભ થતા જ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ઠંડીનો પારો સખત વધી રહ્યો છે. ગુલાબી ઠંડીમાં હવે દિવસ-દિવસ વધી રહી છે જેમના લીધે લોકોમાં પણ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો હજુ વધશે તેવી શક્યતા છે. આજે રાજ્યનું સૌથી ઠંડુ નગર વડોદરામાં રહ્યું છે.
રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારા પર એક નજર કરીએ તો, અમદાવાદમાં તાપમાન ઘટીને ૧૬.૪ ડિગ્રી નોધાયું છે. ડિસામાં તાપમાન ઘટીને ૧૬.૨ નોધાયું છે. બરોડામાં ૧૫.૨ ડિગ્રી, તો સુરતમાં ૨૦.૧ ડિગ્રી ,તેમજ વલસાડમાં તાપમાન ઘટીને ૧૬.૬ડિગ્રી નોધાયું હતું. જ્યારે અમરેલીમાં ૧૯ ડિગ્રી, દ્વારકામાં ૨૨.૪ ડિગ્રી, ઓખામાં ૨૬.૪ ડિગ્રી, પોરંબદરમાં ૨૧.૬ ડિગ્રી, રાજકોટમાં ૨૨.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૯ ડિગ્રી, મહુવા ૧૭ ડિગ્રી,નલિયા તાપમાન ઘટીને ૧૬.૬ ડિગ્રી ઠંડીનો પારો નોધાયો છે.
ત્યારે અમદાવાદમાં સવારથી આકાશમાં વાદળો છવાયા હતાં. રાજ્યમા અનેક ઠેકાણે ધૂમ્મસ ચાદર ફેલાઇ હતી. ઠંડી વધતા હવે લોકો કડકડતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનું તથા તાપણાનો સહારો લઇ રહ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





