વર્કલોડના કારણે આત્મહત્યા માટે બોસ જવાબદાર નથી જ

0
328

નવી દિલ્હી,તા. ૨૭
નોકરીના સ્થળને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે જા કોઇ કર્મચારી ઓફિસમાં વધારે કામના કારણે પરેશાન છે અને તેના કારણે આત્મહત્યા કરી લે છે તો તેના માટે તેના બોસ કોઇ કિંમતે જવાબદાર રહેશે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે કર્મચારીને વધારે કામ આપવાના કારણે એમ માની શકાય નહીં કે તેના બોસ કોઇ રીતે અપરાધી છે. બોસને કર્મચારીનુ શોષણ કરવાના મામલે અપરાધી ઠેરવી શકાય નહી. આત્મહત્યા માટે પ્રેરિત કરવાને લઇને બોસને દોષિત ગણી શકાય નહી. સુપ્રીમ કોર્ટે મુંબઇ હાઇકોર્ટના ઔરંગાબાદ બેંચની એવી દલીલને પણ ફગાવી દીધી હતી કે જા અધિકારી સીધી રીતે કર્મચારીને ઉશ્કેરતા નથી તો પણ આવી પરિÂસ્થતીની રચના કરવા માટે તેને અપરાધી તરીકે ગણવામાં આવી શકે છે. આના કારણે અસહનીય માનસિક ટેન્શનની સ્થિતિ સર્જાઇ જાય છે. મહારાષ્ટ્ર સરકારમાં ઔરંગાબાદના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન કિશોર પરાશરે ઓગષ્ટ ૨૦૧૭માં આત્મહત્યા કરી લીધી હતી. તેની પÂત્નએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમના સિનિયર દ્વારા વધારે પડતા કામ આપવામાં આવતા હતા. પતિને ઉશ્કેરવા માટે સિનિયર અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આને લઇને જારદાર ચર્ચા છેડાઇગઇ હતી.
આત્હત્યા કરનારની પÂત્નએ હતુ કે રજાના દિવસે પણ તેમની પતિ પાસેથી કામ કરાવી લેવામાં આવતુ હતુ. તેમના પતિની એક મહિનાની સેલેરી પણ રોકી દેવામાં આવી હતી. ઇન્ક્રીમેન્ટ રોકી દેવાની પણ ધમકી મળી હતી. ટેન્શનના કારણે તેમના પતિ હેરાન રહેતા હતા. સિનિયરની હેરાનગતિ તેમની આત્મહત્યા માટે જવાબદાર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY