સંગઠિત ક્ષેત્રમાં આઠ મહિનામાં ૪૧ લાખ લોકોને નોકરી મળી: ઈપીએફઓનો ડેટા

0
9

ન્યુ દિલ્હી,તા.૨૭
સંગઠિત ક્ષેત્રમાં એપ્રિલ મહિનામાં આશરે ૭ લાખ લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. છેલ્લા ૮ મહિનામાં નોકરીઓ મળવાની દ્રષ્ટીએ આ સૌથી વધારે સંખ્યા છે. ઈપીએફઓએ એપ્રિલ માસનો ડેટા જાહેર કર્યો છે.
ઈપીએફઓ ડેટા અનુસાર સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓની સંખ્યા વધી રહી છે અને એપ્રિલ માસમાં ગત આઠ મહિનામાં સૌથી વધારે લગભગ ૭ લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે. ૨૦૧૯માં ચૂંટણી માટે તૈયારીયોમાં લાગેલી મોદી સરકાર માટે આ સારા સમાચાર હોઈ શકે છે.
ઈપીએફઓના ડેટા અનુસાર એપ્રિલ ૨૦૧૮માં સંગઠિત ક્ષેત્રમાં કુલ ૬ લાખ ૮૫ હજાર ૮૪૧ લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. તો માર્ચ ૨૦૧૮માં કુલ ૪ લાખ ૮૦ હજાર ૭૪૯ લોકોને નોકરી મળી હતી. ડેટા અનુસાર માર્ચની તુલનામાં એપ્રિલમાં નોકરી પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યામાં સારો વધારો નોંધાયો છે.
ઈપીએફઓના ડેટા અનુસાર એપ્રિલ ૨૦૧૮માં સૌથી વધારે નોકરીઓ ૧૮ થી ૨૧ વર્ષ સુધીના યુવાનોને મળી છે. આ એજ ગ્રુપના આશરે ૧ લાખ ૮૭ હજાર યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ છે. આનાથી ખ્યાલ આવે છે કે સંગઠિત ક્ષેત્રમાં યુવાનોની માંગ વધી રહી છે. ત્યારબાદ સૌથી વધારે ૨૨ થી ૨૫ વર્ષ સુધીના લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. એપ્રિલ ૨૦૧૮માં ૨૨ થી ૨૫ વર્ષની એજ ગ્રુપના ૧ લાખ ૮૦ હજાર જેટલા લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY