૭૦૦૦ સરકારી શાળાને મેદાન જ નથી,૬ હજાર શાળાઓને દિવાલ નથી

0
89

ગાંધીનગર,
તા.૨૬/૦૩/૨૦૧૮

આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા,૧૪ શાળાઓ વીજળી વગરની

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ એક ચર્ચાતો મુદ્દો રહ્યો છે. માત્ર એટલું જ નહીં, સરકારી શાળાઓની કથળેલી હાલતને પગલે ખાનગી શાળા સંચાલકો ફી મામલે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. ફી મામલે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો હજુ ઉકેલ આવી શક્્યો નથી. તેમજ સરકાર પણ ફી મામલે પારોઠના પગલા ભરી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે. આ તમામ વિવાદો વચ્ચે રાજ્યની સરકારી શાળાઓને લઈ અનેક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં વાયબ્રન્ટ ગુજરાત તરીકે જાણીતા રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થતિનો ચિતાર મળે છે. શિક્ષણ ક્ષેત્રે અવ્વલ હોવાના દાવાઓ કરતી ભાજપ સરકારના રાજમાં રાજ્યની ૧૪ શાળાઓમાં અંધારપટ છે.

ગૃહમાં બહાર આવેલી માહિતી મુજબ, સૌથી વધુ પોરબંદર જિલ્લાની ૮ શાળાઓમાં વીજળી નથી. આ સિવાય જામનગર ૧, ગીર સોમનાથ ૧ અને દેવભૂમિ દ્વારકાની ૧ શાળામાં વીજ પુરવઠાનો અભાવ છે. આમ મુખ્યમંત્રી રૂપાણીના સૌરાષ્ટÙની કુલ ૧૧ સ્કૂલમાં વીજળી નથી.

આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી અને ઉર્જા મંત્રીએ રાજ્યના ૩૧ જિલ્લાઓની ૧૪ શાળામાં વીજળી ન હોવાનો લેખિતમાં સ્વીકાર કર્યો હતો. તેમજ ૩૧ જિલ્લાઓની ૬૯૨૧ શાળાઓમાં રમત-ગમતના મેદાન નથી. આ ઉપરાંત ૬૩૧૧ સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલ જ નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY