યમનમાં હવાઈ હુમલામાં શાળાનાં ૨૯ બાળકો સહિત ૫૦નાં મોત

0
20

સાદા,તા.૧૦
ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ખતરનાક હવાઇ હુમલામાં એક બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.
સાદામાં આરોગ્ય વિભાગના વડા અબ્દુલ ગની નાયેબે જણાવ્યું હતું કે સાઉદીના વડપણ હેઠળના લશ્કરી દળોએ હવાઇ હુમલા કરતાં શાળાના બાળકોને લઇને જતી એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં ર૯ માસૂમ બાળકોના મોત થયાં હતાં.
આ હવાઇ હુમલામાં કુલ ૪૩નાં મૃત્યુ થયાં છે. ગઠબંધન દળો હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ લડી રહેલ યમન સરકારનું સમર્થન કરનાર છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

યમનની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએ ઇરાનના સમર્થિત હુથી વિદ્રોહીઓ સામે લડી રહેલા પશ્ચિમ સમર્થિત સંયુકત દળોને ટાંકીને જણાવાયું હતું કે સાઉદી અરેબિયાના ઔદ્યોગિક શહેર જિજાનમાં મિસાઇલ લોન્ચરને નિશાન બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા
જેમાં યમનના એક નાગરિકનું પણ મોત થયું હતું. સંયુકત દળોએ એવો આક્ષેપ કર્યો હતો કે હુથી વિદ્રોહીઓ બાળકોને ઢાલ બનાવીને તેમનો ઉપયોગ કરી રહ્યા હતા. જેના કારણે આ હુમલામાં ર૯ જેટલાં બાળકો મોતને ભેટયાં છે.
રેડક્રોસની આંતરરાષ્ટÙીય સમિતિએ જણાવ્યું હતું કે હુથીના ગઢ મનાતા સાદામાં બાળકોની ભરેલી બસ હુમલાની ચપેટમાં આવી ગઇ હતી. રેડક્રોસ સમિતિએ Âટ્‌વટ કરીને જણાવ્યું હતું કે યમનમાં અમારી ટીમની સહાયતાથી એક હોÂસ્પટલમાં ૧પ વર્ષ સુધીનાં ર૯ બાળકોનાં મૃતદેહો પહોંચાડવામાં આવ્યા હતા. હુથીના અલ મસરિયાહ ટીવીએ જણાવ્યું હતું કે આ હુમલામાં પ૦ લોકોનાં મોત થયાં છે અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY