સારા સહકલાકારો સાથે હોય તો થાક આપોઆપ દૂર થઈ જાય છે : યામી ગૌતમ

0
8

મુંબઈ,તા.૨
આશાસ્પદ અભિનેત્રી યામી ગૌતમે કહ્યું હતું કે કેટલીક ફિલ્મો તમને થકવી દેનારી હોય છે પરંતુ સારા સહકલાકારો હોય તો થાક આપોઆપ દૂર થઇ જાય છે. યામી પોતાની આગામી ફિલ્મ ઊરી વિશે બોલી રહી હતી. ૨૦૧૬-૧૭માં ઊરી સેક્ટરમાં ભારતીય લશ્કરના રાતના ઊંઘી રહેલા જવાનો પર દગાબાજીથી હુમલો કરીને તેમને મારી નખાયા બાદ ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને કેટલાક આતંકવાદી તાલીમ શિબિરો નષ્ટ કર્યા હતા. એની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
અગાઉ મેઘના ગુલઝારની રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કરનારા અભિનેતા વીકી કૌશલ આ ફિલ્મમાં ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારીનો રોલ કરી રહ્યા છે. એમના પર આખી સર્જિકલ સ્ટ્રાઇકનો ભાર છે. યામી એ સંદર્ભમાં બોલી રહી હતી. એણે કહ્યું કે સહકલાકારો સારા હોય તો તમને ગમે તેટલું વધુ કામ કરવું પડે એનો થાક લાગતો નથી.
મને ઊરી કરવામાં એવો જ અનુભવ થયો હતો એમ તેણે વધુમાં કહ્યું હતું. આ ફિલ્મના કેટલાક એક્શન દ્રશ્યો સર્બિયામાં ઝડપવામાં આવ્યા હતા. યામીએ કહ્યું કે અત્યાર અગાઉ મેં કરેલી ફિલ્મ કાબિલમાં પણ મને એવોજ અનુભવ રિતિક રોશન સાથે થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY