અમેરિકા-કેનેડા વચ્ચે નાફ્ટા મુદ્દે આખરે સમજૂતી થઈ

0
4

ઓટ્ટોવો/વાશિંગ્ટન,તા.૨
અમેરિકા અને કેનેડા વચ્ચે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ (નાફ્ટા)ના મુદ્દે આખરે સમજૂતી શક્ય બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે નાફ્ટા સમજૂતી પર મહોર મારી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે ટ્રમ્પે નાફ્ટા સમજૂતી સૌથી ખરાબ અર્થવ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.
નાફ્ટા સમજૂતી અમેરિકા-મેકિસકો અને કેનેડા એમ ત્રણ દેશો વચ્ચે મુક્ત વ્યપાર સંદર્ભે અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ત્રણે દેશો વચ્ચેના વ્યાપાર વ્યવહારમાં કરવેરા બાબતે ઘણી છૂટ અને રાહત જાહેર કરવામાં આવી છે.
કેનેડિયન સૂત્રો અનુસાર યુએસ વ્યપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝર અને કેનેડાના વરિષ્ઠ અધિકારી સમજૂતી અંગેની આખરી નીતિ તૈયાર કરી રહ્યા છે. બહુ જ જલદી તેનું ઔપચારિક એલાન પણ કરવામાં આવશે.
આૅગસ્ટ, ૨૦૧૭માં મેકિસકો અને અમેરિકા વચ્ચે નાફટા મુદ્દે સંવાદ યોજાયો હતો, પરંતુ કેનેડા એમાં શામિલ નહોતું.
અમેરિકા-કેનેડા અને મેકિસકો વચ્ચે ૧૯૯૪માં નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય વ્યપારી ક્ષેત્રે નાફટા બહુ મહત્વંનો કરાર માનવામાં આવે છે. નાફ્ટા અંતર્ગત ત્રણે દેશ વચ્ચે મુક્ત વ્યપારને પ્રોત્સાહન આપવા કરનીતિ રદ કરવામાં આવી છે.
જાકે એમાં જરૂરી છૂટ પણ રાખવામાં આવી છે.ઉપરાંત ટ્રેડમાર્ક, પેટન્ટ, કરન્સી અને અન્ય વ્યપાર અંગેના નિયમો ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા જેથી ત્રણે દેશ વચ્ચે સરળતાથી વ્યપારનીતિ અમલમાં આવી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY