ન્યુ દિલ્હી,તા.૨૯
યમુનાની સતત વધતી જળસપાટીના લીધે દિલ્હીમાં પૂર આવવાની સ્થિતિ છે. ખતરાના નિશાનથી ઉપર વહી રહેલ યમુનાને જાતા દિલ્હી સરકાર પણ તૈયારીમાં લાગી ગઇ છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલ પાણીના લીધે રવિવાર સવારે જૂની દિલ્હી રેલવે બ્રીજ પર યમુનાની જળસપાટી ૨૦૫.૫૦ પર પહોંચી ગઇ હતી. આની પહેલાં શનિવારે રાત્રે ૯ વાગ્યા સુધીમાં યમુનાની જળસપાટી ૨૦૫.૩ મીટર હતી. હાલ આ ખતરાના નિશાનથી ૪૭ સેન્ટીમીટરથી વધુ ઉપર છે. બેરેકમાંથી શનિવારે ૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે રવિવાર સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે. આની સ્થિતિ વધુ બગડવાની શંકા છે. બગડતી સ્થિતિના લીધે યમુનાના કિનારે રહેનાર પરિવારોને પોતાનું ઘર છોડવું પડ્યું છે.
વધતી જળસપાટીને જાતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી. કેજરીવાલે જ ટ્વીટ કરી માહિતી આપી હતી કે મેનેજમેન્ટ લોકોને સુરક્ષિત અને ઊંચી જગ્યા પર લઇ જવાનું કામ કરી રહ્યું છે. તેની સાથે જ તમામ વિભાગોને એલર્ટ પર રખાયા છે. સરકારે ઇમરજન્સી સ્થિતિ માટે ૧૦૭૭ નંબર જાહેર કર્યો છે.
એક અધિકારીએ કહ્યું કે યમુના નદી ખતરાના નિશાનને પાર કર્યા બાદ શુક્રવારના રોજ ચેતવણી જાહેર કરાઇ હતી. નિવેદન પ્રમાણે તમામ કાર્યપાલક એન્જિનિયરો ક્ષેત્રના અધિકારીઓને પાણી રીલીઝ કરવા, જૂના રેલવે રુલ પર જળસપાટી અને કેન્દ્રીય જળ આયોગ/સ્ઈ્ના પરામર્શ કે પૂર્વાનુમાનને જાતા નિયંત્ર કક્ષથી સતત સંપર્કમાં રહેવા અને યોગ્ય ઉપાય કરવાનો અનુરોધ કર્યો છે જેથી કરીને પૂર જેવી સ્થિતિથી બચી શકાય.
દિલ્હીથી પણ ખરાબ સ્થિતિ હરિયાણાના યમુનાનગરના કહેવાય છે. હથિનીકુંડમાંથી છોડવામાં આવેલ પાણી દિલ્હી યમુનાનગરના રસ્તે આવે છે. તેના લીધે આ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હથિનીકુંડ બેરેકમાંથી શનિવાર સવારે ૩ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ શનિવાર સાંજે ૫ લાખ કયુસેક પાણી છોડાયું.
ઉત્તર દિલ્હી માટે પૂરનું પૂર્વાનુમાન રજૂ કરાયું છે. દિલ્હી રેલવે પુલ પર પાણીનું સ્તર ૨૮ જુલાઇના રોજ સવારે ૯ વાગ્યે ૨૦૫ મીટર હતું. આ સિવાય પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને તેના પાડોશી વિસ્તારો પર ઓછું દબાણનું ક્ષેત્ર બન્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





