માતાની અપીલ બાદ અપહરણ કરેલ પોલીસકર્મીને આતંકીઓએ છોડ્યો..!!

0
28

શ્રીનગર,તા.૨૯
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ પોલીસકર્મી મુદાસિર અહમદ લોનનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા. તેમની માતાની અપીલ પછી મુદાસિરને શનિવારે રાતે છોડી મુકવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ મહિનાની અંદર અપહરણ પછી આતંકીઓએ બે પોલીસકર્મી અને સેનાના એક જવાનની હત્યા કરી દીધી છે. અધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે રાતના સમયે ત્રણ આતંકીઓ ત્રાલના ચાંકતારમાં એસપીઓ મુદાસિર અહમદ લોનના ઘરમાં ઘુસી ગયા અને તેને પકડીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા. મુદાસિર અંવતીપોરાના રેશીપોરા ચોકીમાં રસોઈયાનું કામ કરતા હતા.
અહમદની માતાએ શનિવારે સાંજે એક વીડિયો રિલીઝ કર્યો હતો. તેમાં તેમણે આતંકીઓને દીકરાને જીવતો છોડી દેવાની અપીલ કરી હતી. તેના થોડા કલાકો પછી જ આતંકીઓએ મુદાસિરને છોડી દીધો હતો. આ પહેલાં આતંકીઓએ ૧૯ જુલાઈના રોજ પોલીસ કોનસ્ટેબલ મોહમ્મદ સલીમ શાહનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. સલીમની કઠુઆમાં પોલીસ ટ્રેનિંગ ચાલતી હતી, તે રજાઓમાં કુલુગામ આવ્યો હતો. તે કુલુગામ આવ્યો તેના એક દિવસ પછી જ તેમની કૈમોહા ઘાટ પાસેથી લાશ મળી આવી હતી. કૈમોહા ઘાટથી બે કિમી દૂર જ આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સલીમ આ ઓપરેશનમાં સામેલ હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY