વલસાડ જિલ્લા કક્ષાની યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લો

0
11

વલસાડ જિલ્લા કક્ષાની યોગાસન તાલીમ શિબિરનું આયોજન યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત અધિકારીની કચેરી દ્વારા જુલાઇ-૧૮માં કરાયું છે. જેમાં વલસાડ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓને શારીરિક, માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોનું પ્રત્‍યક્ષ જ્ઞાન, સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે તા.૧૦/૭/૨૦૧૮ સુધીમાં તેમની અરજી જિલ્લા રમતગમત અધિકારી, સેવાસદન-૧, પાંચમા માળે, ધરમપુર રોડ, વલસાડને મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ જાણકારી માટે રમતગમત અધિકારીની કચેરીનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૪૮૦૮૩ ઉપર સંપર્ક સાધી શકાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY