કેજરીવાલની પુત્રીનુ અપહરણ કરવાની ધમકી આપનાર બિહારથી પકડાયો

0
20

ન્યુ દિલ્હી-પટના,તા.૧૫
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના અપહરણની ધમકી આપનાર આખરે પોલીસના હાથે પકડાઈ ગયો છે.
ઈમેઈલ કરીને આ વ્યકિતએ કેજરીવાલને ધમકી આપી હતી કે પુત્રીને બચાવી શકતા હોય તો બચાવી લે, અમે તેને કિડનેપ કરીશું. જાકે બીજા ઈ મેઈલમાં તેણે કહ્યુ હતુ કે હું મજાક કરી રહ્યો છું.ધમકી આપનાર વિકાસ નામનો યુવાન બિહારના મોતિહારીનો રહેવાસી છે.
પોલીસ તેને પૂછપરછ માટે દિલ્હી લાવશે.પોલીસે અપહરણની ધમકી મળ્યા બાદ કેજરીવાલની પુત્રીને સુરક્ષા પુરી પાડી હતી. હર્ષિતા પણ પિતાની જેમ આઈઆઈટીની પૂર્વ વિદ્યાર્થિની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY