કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા : યોગી

0
7

લખનઉ,તા.૨૯
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા. જ્યારે હિંદુ રાજાનું પતન થયુ તો હિંદુઓનું પણ પતન થવાનું શરૂ થઈ ગયુ. આજે ત્યાંની સ્થિતિ શું છે? કોઈ પોતાને સુરક્ષિત કરી શકે છે? ના. આપણે ઈતિહાસમાંથી શીખવુ જાઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કાશ્મીરી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું હતુ કે આ એવા લોકો છે જે હુર્રિયતની પરવાનગી વિના ટોયલેટ પણ નથી જઈ શકતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા યોગી આદિત્યનાથે શનિવારે રાષ્ટ્રવાદની વાત કહી હતી. તેમણે કહ્યું હતુ કે લોકો માટે રાષ્ટ્રવાદ સૌથી મોટો ધર્મ હોવો જાઈએ. નક્સલવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે સામૂહિક અવાજ ઉઠાવવો જાઈએ. તમને જણાવી દઈએ કે ભાજપનો આ શિખ સંમેલન પીડબ્લ્યુડી વિભાગના વિશ્વેશ્વરૈયા ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ સંમેલન ગુરુ નાનક દેવજીના ૫૫૦માં પ્રકાશોત્સવને સમર્પિત હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY