નેધરલેન્ડના યુટ્રેચ શહેરમાં બેફામ ફાયરિંગ : ૧નુ મોત,અનેક લોકો ઘાયલ

0
61

યુટ્રેચ,તા.૧૮
નેધરલેન્ડના ઉટ્રેક્ટ શહેરમાં સોમવારે એક ટ્રામમાં આંધાધુંધ ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ મામલે ઉટ્રેક્ટ પોલીસે પોતાના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ પર ટ્‌વીટ કરીને માહિતી આપી હતી. જેમાં જાણવા મળ્યું છે કે ૧નું મોત અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ મામલે સહાયતા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગોળી બારીની આ ઘટના એક ટ્રામમાં થઇ છે.
આ ઘટના બાદ મદદ માટે હેલિકોપ્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ માની રહી છે કે આ એક આતંકવાદી હુમલો હોઇ શકે છે. ઉટ્રેક્ટ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગોળીબાર સ્થાનીય સમય અનુસાર ૧૦ઃ૪૫છસ્ પર થયો હતો, જે વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું તે વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ મદદ માટે હેલિકોપ્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ માની રહી છે કે આ એક આતંકવાદી હુમલો હોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં એક વ્યકિતએ મસ્જિદમાં ઘુસીને અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ૪૯ લોકોના મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે ફાયરિંગ કરનારા ઓસ્ટ્રેલિયન નાગરિકની ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY