આપઘાત કરનાર ખેડૂતનું તમામ દેવું માફ કરવાની રાજસ્થાનમાં ભલામણ

0
8

જયપુર,તા.૭
રાજસ્થાનમાં ખેડૂતોની ઋણમાફી માટે બોલાવાયેલી આંતરવિભાગીય પેનલે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે આત્મહત્યા કરનાર ખેડૂતોનું બધું ઋણ માફ કરવાની ભલામણ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય શહેરી વિકાસ પ્રધાન શાંતિ ધારીવાલની અધ્યક્ષતામાં મળેલી પહેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ધારીવાલે જણાવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે અંદાજે ૭૦ ખેડૂતોએ રાજ્યમાં આત્મહત્યા કરી હતી. અમે મુખ્ય પ્રધાનને આ ખેડૂતોની બધી જ લાન પછી એ કૃષિ હોય કે અન્ય કોઇ કામ માટે લીધી હોય, એ માફ કરવાની ભલામણ કરીશું. અન્ય સભ્યએ જણાવ્યું હતું કે એ ઋણ ગમે એ બૅંકમાંથી લીધું હશે કે ગમે એટલી રકમનું લીધું હશે, એ અમે માફ કરવા જણાવીશું.
આ અમારી ભલામણોમાંથી એક હશે. રાજ્ય પર પડનારા નાણાકીય બોજની વિગતો વિશે અમે આગલી બેઠકમાં ચર્ચા કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY