ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપળા લાલ ટાવર સર્કીટ હાઉસમાં મિટિંગ મળી
રાજપીપળા: કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ દેશમાં સૌથી વધુ યુવા શક્તિ ને જોઈ વર્ષો પહેલા યુથ કોંગ્રેસ ની સ્થાપના કરી જેમાં કોંગ્રેસ ને સજ્જડ પ્રતિસાદ મળ્યો અને દેશમાં કોંગ્રેસ ની એક યુવા બ્રિગેડ તૈયાર થઇ હતી, ફરી એકવાર હાલ કોંગ્રેસને યુવાનો ની જરૂર છે ત્યારે કોંગ્રેસની વિચાર ધારા સાથે યુવાનોને જોડવા અને દેશના ખૂણે ખૂણે કોંગ્રેસ ના યુથ પ્રતિનિધિ ઉભા કરવા યુવા શક્તિ પ્રોજેક્ટ લઈને યુથ કોંગ્રેસ આગેવાનો ગામે ગામ જઈ કોંગ્રેસ નો પ્રચાર કરશે જે માટેની એક બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપળા લાલ ટાવર સર્કીટ હાઉસમાં મિટિંગ મળી હતી, જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,ઉપપ્રમુખ ચંદ્રેશ પરમાર,નાંદોદ યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી,ડો.દિનેશ તડવી,અતુલ તડવી, શીલા તડવી,નાંદોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલમ વસાવા,રોશની વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસસ્થિત રહ્યા હતા. તમામ ને આ મિટિંગમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા શરૂ કરાયેલ શક્તિ પ્રોજેકટ બાબતે કાર્યકરોને માહિતગાર કરાયા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






