વિશ્વભરમાં સમાજના દરેક વર્ગના લોકો શરાબની ટેવના શિકાર છે. પરંતુ બ્રિટનમાં ઓછી વયમાં શરાબ પીનાર લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થયો છે. આંકડાઓમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, યુનાઇટેડ કિંગડમમાં શરાબની ટેવનો શિકાર યુવાનોની સંખ્યામાં ૬૦ ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. આની સાથે સાથે વર્ષ ૨૦૦૨ની સરખામણીમાં હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવેલા લોકોની સંખ્યામાં પણ ૪૦૦ ટકા સુધીનો વધારો થયો છે. આ તમામ લોકોએ શરાબના કારણે લિવરની તકલીફથી ગ્રસ્ત છે. આ તમામની વય ૩૦ વર્ષથી ઓછી છે. ઇંગ્લેન્ડના ઉત્તર પૂર્વિય વિસ્તારમાં ૧૧થી ૧૫ વર્ષની વયના શરાબી લોકોની સંખ્યા સૌથી વધારે છે અને શરાબના કારણે હોસ્પટલમાં દાખલ થયેલાઓમાં ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા પણ સૌથી વધારે છે. આ આંકડા એક હેલ્થ કેમ્પેઇન ગ્રુપ દ્વારા જારી કરવામાં આવ્યાં છે. આ ગ્રુપે કહ્યું છે કે, ૨૦૧૦માં શરાબના કારણે હોસ્પટલમાં દાખલ થયેલા ૩૦થી ૩૪ વર્ષની વયના દર્દીઓનો આંકડો ૧૮૯ હતો. જે વર્ષ ૨૦૦૨માં માત્ર ૩૭ હતો. આજથી એક દશક પૂર્વે કોઇપણ લિવર નિષ્ણાત દ્વારા શરાબથી ગ્રસ્ત દર્દીઓની સારવાર વિશેષ વાત હતી. આજના સમયમાં તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આજની તારીખમાં એક પખ્ત વયની વ્યક્ત વાર્ષિક ૧૧ લીટર શુદ્ધ આલ્કોહોલનો ઉપયોગ કરે છે. જે ૧૯૫૦ની સરખામણીમાં બે ગણા સમાન છે. શરાબ ૨૪ કલાક સરળતાથી ઉપલબ્ધ બને છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



