યુવકે અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવ્યુ

0
10

વડોદરા,તા.૧૪
વડોદરા જિલ્લાના કરજણ નગરના જુના બજારમાં રહેતા એક યુવકે ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણના રામદેવ મંદિર નજીક રહેતાં મનહરભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ. ૪૦)એ કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ ગટગટાવી લેતા તેઓને સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિતલ માં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિતલ ખાતે મનહરભાઇનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું.
જા કે આ યુવાને કયા કારણોસર ફિનાઇલ ગટટાવી જીવન ટુંકાવ્યું તે અંગે રહસ્ય હજુ અકબંધ રહેતા સમગ્ર પંથકમાં અનેક તર્કવિતર્કો સર્જાવા પામ્યા હતા. આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY