ન્યુ દિલ્હી,તા.૧૯
દેશમાં એક તરફ જ્યાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. ત્યારે રાજકારણ સૌથી વધારે નફાકારક વ્યવસાય તરીકે ઉભરી રહ્યું છે. દેશના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. મતલબ કે દર મહિને બે લાખ રૂપિયા કરતા પણ વધારે તેમની આવક છે. ધારાસભ્યો જેટલું કમાય છે. એટલું તો દેશની ખ્યાતનામ સંસ્થાઓમાં તનતોડ અભ્યાસ કરી બહાર આવેલા ડોક્ટરો, એંજિનયરો તેમજ એમબીએ થયેલા યુવાનો પણ નથી કમાતા.
એક તરફ જ્યાં દેશના લાખો યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર બની નોકરી મેળવવા ફાંફા મારી રહ્યા છે. ત્યાં બીજી તરફ દેશભરના ઘણા અભણ નેતાઓની આવક શિક્ષિત યુવાનો તો ઠીક પોસ્ટ ગ્રેજ્યુએટ ધારાસભ્યો કરતા પણ વધારે છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મના નવા રિપોર્ટમાં દેશના ધારાસભ્યોની આવક અંગેના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. જે મુજબ ધારાસભ્યોના વેતન અને અન્ય સ્ત્રોતો દ્વારા થતી કમાણી દેશની પ્રતિ વ્યક્તિ ની આવક કરતા ૨૨ ગણી વધારે છે. આ રિપોર્ટ દેશના ૪૦૮૬ પૈકી ૩૧૪૫ ધારાસભ્યોના સોગંદનામા ઉપરથી તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ સૌથી વધારે કમાણી કરતા ધારાસભ્યોના મામલે કર્ણાટક તમામ રાજ્યોમાં ટોચ પર છે. કર્ણાટકના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક કમાણી ૧.૧ કરોડ રૂપિયા છે. તો ૫.૪ લાખ રૂપિયાની વાર્ષિક સરેરાશ સાથે છત્તીસગઢના ધારાસભ્યોની આવક સૌથી ઓછી છે. રાજકારણમાં ઊંચી ડિગ્રી અને કમાણીને પણ કોઇ લેવાદેવા નથી એ એડીઆરના રિપોર્ટમાં સાબિત થયું છે. કેમકે આઠમું ધોરણ પાસ ૧૩૯ ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક ૮૯.૮૮ લાખ રૂપિયા છે. તો પાંચમું ધોરણ પાસ ૧૦૫૨ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૩૧.૦૩ લાખ રૂપિયા છે. ૧૯૯૭ ગ્રેજ્યુએટ થયેલા ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક અભણ ધારાસભ્યો કરતા ક્યાયક ઓછી ૨૦.૮૭ લાખ રૂપિયા છે.
બીજા વિરોધાભાસ ઉંમર અને આવક વચ્ચે પણ જાવા મળ્યો છે. ૨૫ થી ૫૦ વર્ષની ઉંમરના ૧૪૦૨ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧૮.૨૫ લાખ રૂપિયા છે. તો ૫૧ થી ૮૦ વર્ષની ઉંમરના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૯.૩૨ લાખ રૂપિયા છે. જ્યારે ૮૧ થી ૯૦ વચ્ચેની વય ધરાવતા ૧૧ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૮૭.૭૧ લાખ રૂપિયા છે. કમાણીના મામલે મહિલા ધારાસભ્યો કરતા પુરુષ ધારાસભ્યો આગળ છે. મહિલા ધારાસભ્યોની સરેરાશ આવક ૧૦.૫૩ લાખ રૂપિયા છે. તેની સામે પુરુષ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૫.૮૫ લાખ રૂપિયા છે.
દેશના સૌથી શ્રીમંત ધારાસભ્ય બેંગાલુરુ ગ્રામીણ બેઠકના એન. નાગરાજૂએ ૧૫૭ કરોડની વાર્ષિક આવક જાહેર કરી છે. તો આ મામલે સૌથી ગરીબ છે આંધ્રપ્રદેશના બી. યામિની બાલા. જેમણે પોતાની સરેરાશ વાર્ષિક આવક માત્ર ૧૩૦૧ રૂપિયા જાહેર કરી છેપ આમ એક તરફ કોલેજા અને યુનિવર્સિટીઓમાં પગરખાં ઘસી નાખનારા યુવાનોને માસિક કેટલાક હજાર રૂપિયાની નોકરી પણ નસીબ નથી થતી તો બીજી તરફ રાજકારણમાં નિરક્ષર લોકોની આવક લાખો રૂપિયામાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




