યુવરાજ સિંહનાં ચાહકો માટે માઠા સમાચાર, રણજી ટ્રોફીમાં નહિ રમે

0
16

ન્યુ દિલ્હી,તા.૩૦
ટીમ ઈન્ડિયાને વર્ષ ૨૦૧૧માં વર્લ્ડકપ જીતાડનાર યુવરાજ સિંહનું હવે માત્ર એક જ લક્ષ્ય છે કે, તે આગલા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરે. જાકે, હવે તે અશકીય છે. કારણ કે, ટીમ ઈન્ડિયામાં યુવરાજ સિંહની અછતને અંબાતી રાયડું જેવા બેટ્‌સમેને પૂર્ણ કરી દીધી છે. આમ તો યુવરાજ સિંહે એક એવો નિર્ણય લઇ લીધો છે જેના કારણે તેણે પોતાની વર્લ્ડ કપમાં રમવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. વિજય હજારે ટ્રોફીમાં રમનાર યુવરાજ સિંહે રણજી ટ્રોફીમાં ન રમવાનો નિર્ણય કર્યો છે અને આ માટે જ સોમવારે જાહેર થયેલ પંજાબની રણજી ટ્રોફીમાં યુવરાજ સિંહનું નામ નથી.
યુવરાજ સિંહને આ ભૂલ ખુંબ જ મોઁઘી પડી શકે છે. ખરેખર ટીમ ઈન્ડિયામાં વાપસી માટે યુવરાજ સિંહને વધારેમાં વધારે વન-ડે મેચ રમવા જાઇએ. પછી ભલે તે રણજી ટ્રોફી જ કેમ ન હોય. રણજી ટ્રોફીમાં જા યુવરાજ સિંહ સતત મોટી ઇનિંગો રમતો તો સેલેક્ટર્સ તેના નામ પર જરૂરથી ચર્ચા કરતા. હાલમાં જ યુવરાજ સિંહે પોતાની ફિટનેસ પર કામ પણ કર્યુ છે. યુવરાજે ઇંગ્લેન્ડ જઇ મરીન કમાન્ડોની ટ્રેનિંગ પણ લીધી છે. જેનો ખુલાસો તેણે ક્રિકેટ નેક્સ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. પરંતુ જ્યારે તમે મેચ જ નથી રમતા તો સારી ફિટનેસનો કોઇ ફાયદો નથી.
પંજાબની રણજી ટીમઃ શુભમાન ગિલ, જીવનજાત સિંહ, અનમોલ પ્રીત સિંહ, મનદીપ સિંહ (કેપ્ટન), સનવીર સિંહ, ગુરકીરત સિંહ માન, અભિષેક ગુપ્તા (વિકેટકીપર), અભિષેક શર્મા, મયંક માર્કેડેય, અર્પિત પન્નૂ, વિનય ચૌધરી, સિદ્ધાર્થ કૌલ, શુબેક ગિલ, બલતેજ સિંહ, બરિંદર સરા અને શરદ લુમ્બા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY