ઝાલોદ,તા.૯
દાહોદના ઝાલોદ તાલુકાના એક બે નહીં પરંતુ ૬ ગામના લોકો દિવસ દરમિયાન કાળી મજૂરી કરે છે. અને રાત પડે એટલે હાથમાં હથિયારો લઇને ગામના ખૂણેખૂણે લટાર મારે છે. આખરે એવું તો શું કારણ છે કે આ ગામ લોકોને હાથમાં હથિયાર લેવા મજબૂર બનવું પડ્યુ છે. દ્રશ્ય જોઇને એવું લાગે કે કોઇ જંગ લડવા જવું છે.
દાહોદના આદિવાસીઓની હથિયારો સાથેની સજ્જતા કોઇ જંગ લડવા માટે તો નથી. પરંતુ હા તેમની ખેતની ઉપજ અને માલ મિલકતની રક્ષા માટે છે. કારણ કે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ૬ ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોર લૂંટારુઓનો ત્રાસ છે.
ઝાલોદ તાલુકાના મીરાખેડી, વસ્તી, પાવડી, ડગેરીયા, નાની હાડી અને મોટી હાડી જેવા ગામોમાં ચોર તસ્કરોનો એટલી હદે આતંક છે કે તેના ભયથી હવે લોકોએ હાથમાં હથિયારો રાખીને રાત્રી ઉજાગરા શરૂ કર્યા છે.
એવું નથી કે આ લોકોને આ રીતે હથિયારો રાખીને ચોકીદાર બનવાનો શોખ છે.આ લોકોએ અહીં પોલીસ પોઇન્ટ મૂકાઇ પોલીસ પેટ્રોલીંગ વધે તેવી અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ કોઇ પરિણામ આવ્યુ નથી. જેથી હવે લોકોએ જાતે જ પોતાની રક્ષા કરવા માટે હાથમાં હથિયારો લઇને કાયદો હાથમાં લઇ લીધો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




