અમદાવાદ,તા.૯
મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં ટ્રાફિક નિયમન હેતુથી ચાલતી ઝુંબેશને મોકળા મને આવકારી છે. તંત્રની લાલ આંખના પગલે રસ્તાઓ ખુલ્લા થવાથી વાહનચાલકો આનંદ પામ્યા છે. બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ લોકોને વાહન પાર્ક કરવા માટે નવા પ્લોટ શોધી કાઢીને વધુ સારી સગવડ આપવા જઇ રહ્યા છે.
અગાઉની રપ પ્લોટમાં પે એન્ડ પાર્કિંગની જાહેરાત બાદ તંત્ર દ્વારા હવે વધુ ૪૮ પ્લોટોમાં પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે તમામ ઝોનમાં સ્થાનિક સ્તરેથી વાહન પાર્કિંગના પ્લોટ મળી રહેશે. આનાથી નાગરિકોની વાહન પાર્કિંગની સમસ્યા પણ અમુક અંશે આગામી દિવસોમાં હળવી થશે. શહેરમાં હવે કુલ ૭૩ પે એન્ડ પાર્કની સુવિધા અમદાવાદીઓને મળશે.
અગાઉ તંત્ર દ્વારા નાગરિકોએ નજીકના સ્થળે પોતાના વાહન પાર્ક કરવાની સગવડ મળે તે માટે રપ પ્લોટ શોધી કાઢી તેમાં એક સમાન દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની કવાયત આરંભાઇ છે. ટૂંક સમયમાં નાગરિકોને આ તમામ પ્લોટમાં પે એન્ડ પાર્કનું સુવ્યવસ્થિત આયોજન ધરાવતી સુવિધા મળતી થશે.
બીજી તરફ તાજેતરમાં હાઇકોર્ટ સમક્ષ સત્તાવાળાઓએ પ્રહલાદનગર, સિંધુ ભવન સહિતના પાંચ સ્થળે નવા મલ્ટીસ્ટોરિડ પાર્કિંગ કોમ્પ્લેકસ બનાવવાનું આયોજન રજૂ કરવાની સાથે સાથે ૪૮ નવા પે એન્ડ પાર્કની વ્યવસ્થા પણ ઊભી કરવાનું આયોજન પ્રસ્તુત કર્યું હતું. જાણકાર સૂત્રો કહે છે આ તમામ નવા બનનાર પે એન્ડ પાર્કમાં હાલ પૂરતી નાગરિકોને ‘ફ્રી પાર્કિંગ’ કરી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



