ઝાંસી,તા.૧૧
વેકેશનમાં ભીષણ ગરમી વચ્ચે પણ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓનો ભારે ધસારો છે. જાકે ગરમી ટ્રેનમાં બેઠેલા લોકોનો ભોગ લઈ રહી છે.
આવા જ એક કિસ્સામાં દિલ્હીથી ઝાંસી જઈ રહેલી કેરાલા એક્સપ્રેસમાં ચાર વ્યકિતઓના અસહ્ય ગરમીના કારણે શ્વાસ રુંધાઈ જતા મોત નિપજ્યા છે. આ વ્યકિતઓ આગ્રાથી કોઈમ્બતુર જઈ રહેલા ૬૮ લોકોના ગ્રૂપમાં સામેલ હતા. તેઓ ફરવા માટે આવ્યા હતા અને પાછા જઈ રહ્યા હતા.
રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે ટ્રેનના જી-૮ કોચ અને જી-૯માં ગરમીના કારણે ઘણા લોકોની તબિયત બગડી હોવાની સૂચના મળી હતી.જેના પગલે ઝાંસી રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે ડોક્ટરો ડબ્બામાં મુસાફરોને ચેક કરવા માટે ચઢ્યા હતા.
આ બે કોચમાં ચાર વ્યકિતઓ નિર્જિવ હાલતમાં મળ્યા હતા. જેમાંથી ત્રણના મોત થઈ ચુક્્યા હતા અને એકની હાલત ગંભીર હતી. જેનુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયુ હતુ. આ ચારે વ્યકિતઓ સિનિયર સિટિઝન હતા. આ પહેલા પણ ટ્રેનમાં અસહ્ય ગરમીના કારણે એક યુવતીનુ આ જ રુટ પર મોત થયુ હતુ.
દેશમાં ભીષણ ગરમી પડી રહી છે અને હજી એક સપ્તાહ સુધી તેમાંથી લોકોને છુટકારો મળવાનો નથી.કારણકે કેરાલામાં પહોંચેલા ચોમાસાને પશ્ચિમ અને મધ્ય ભારત સુધી પહોંચતા સાત દિવસ તો લાગશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



