બીટકોઈન કોભાંડમાં સંડોવાયેલા તથા ભાગેડુ આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા

0
35

સુરત,તા.૧૧
સુરત સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ક્રિપ્ટો કરન્સી બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા તથા ભાગેડુ જાહેર કરવામાં આવેલા આરોપી સંચાલક કુંભાણી તથા સુરેશ ગોરસીયા આજે સુરત એડિશનલ સેશન્સ જજ પી એસ કાલાની કોર્ટમાં સરન્ડર અરજી સાથે હાજર થયા છે. આરોપી સતીશ કુંભાણી તથા સુરેશ ગોરસીયા પ્રમોટર દિવ્યેશ દરજી, ધવલ માવાણી સહિત અન્ય આરોપીઓએ બીટ કનેક્ટેડ કંપનીના નામે બીટકોઈન લોન્ચ કરી રોકાણકારોને વધુ વળતરની લાલચ આપી લાખો રૂપિયાનો ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું,
ત્યાર બાદ આરોપીઓએ બીટ કનેક્ટ કંપનીની વેબસાઈટ બંધ કરી રોકાણકારોને કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરેલા નાણાં પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરી ગુનાહિત ઠગાઇનો કારસો રચ્યો હતો. જે અંગે સુરત સીઆઇડી ક્રાઇમ બીટ કનેક્ટેડ કંપનીના આરોપી ડિરેક્ટરો તથા પ્રમોટર્સ વિરુદ્ધ ગુનાઈત સગાઈ તથા વિશ્વાસઘાત તથા જીપીઆઈડી એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.
અલબત્ત આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સતીસ કુંભાણી, સુરેશ ગોરસીયા વગેરે છેલ્લા કેટલાક સમયથી વિદેશના ભાગી ગયા હતા જેથી આરોપીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમે સીઆરપીસી ૭૦ મુજબનો વોરંટ કોર્ટમાંથી મેળવ્યું હતું. તદુપરાંત આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી હતી.
બીટ કનેક્ટેડ કંપનીના કરોડો રૂપિયાના બીટકોઇન કોભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સતીશ કુંભાણી તથા સુરેશ ગોરસીયા આજે બપોરે ત્રણ વાગ્યાના સમયે સુરત કોર્ટમાં સરન્ડર અરજી સાથે હાજર થતાં કોર્ટે સીઆઇડી ક્રાઇમ તપાસ અધિકારીને જાણ કરી હોવાની વિગતો સાંપડી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY