હરારે,તા.૨૪
ઝિમ્બાબ્વેના દક્ષિણી માસવિંગો શહેર નજીક શુક્રવારે એક વિમાન દુર્ઘટનામાં પાઇલટ સહિત ૫ મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં મોટા ભાગના લોકો ફિનલેન્ડના નાગરિકો હતા. ફિનલેન્ડ વાણિજ્ય દૂતની પત્નીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આકાશમાં વાદળાં છવાઇ ગયા હતા અને તેઓ વાદળો ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાકે તેમણે મૃતકોની સંખ્યા ૪ જણાવી હતી, જ્યારે માસવિંગો સિવીલ પ્રોટેક્શન યુનિટના ચેરમેન રોય હોવે ૫ લોકોના મૃત્યુની ખાતરી આપી છે.
અહેવાલો અનુસાર, અકસ્માત માસવિંગોના બહારીય વિસ્તારમાં થયો હતો. તપાસકર્તાઓને ઘટનાસ્થળથી ફિનલેન્ડનું એક ઓળખ પત્ર અને પાસપોર્ટ મળ્યો છે. હોવએ જણાવ્યું કે માસવિંગો રૂરલમાં રેન્કો માઇન નજીક કેમેનજિરેંજિ હિલ્સમાં થયેલા અકસ્માતમાં હું ૫ લોકોના મૃત્યુની પુષ્ટિ કરું છું.’ જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે મૃતકોની સંખ્યાની ગણતરીમાં ખૂબ મુશ્કેલ થઇ હતી કારણ કે તેમના શરીરના ટુકડાઓ થઇ ગયા હતા. પોલીસે મૃતકોની સંખ્યા વિશે સાચી માહિતી પ્રાપ્ત કરવા માટે મૃતકોના અંગોને જાડવા પડ્યા હતા.
તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં ફિનલેન્ડના ૩ અને ઝિમ્બાબ્વેના ૨ નાગરિકોના મોત થયા છે. બીજી તરફ ફિનલેન્ડ વાણિજ્ય દૂતની પત્નીએ મૃતકોની સંખ્યા ૪ જ્યારે પોલીસે ૩ જણાવી છે. મુસાફરો ષ્ઠીજજહટ્ઠ ૨૦૬ વિમાનમાં સવાર હતા અને આ પ્લેનને બૈરી સ્ટાઇલ નામના પાયલટ ઉડાવી રહ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







