ગોરા ગામના 25 જેટલા યુવાનો એ ખાનગી નોકરી સ્વીકારવાની ના પાડતા તંત્ર માટે એક સાંધે ને 13 તૂટે જેવો ઘાટ
નર્મદા ના 6 ગામના સ્થાનિકોની જમીનો ગઈ હોવા છતાં તેમને નોકરી મળે છે પણ સફાઈ કામદાર, ચોકીદારની તે પણ ખાનગી હોવાના કારણે વિવાદ વકર્યો
રાજપીપળા : સ્ટેચ્યુ ના લોકાર્પણ બાદ 13 ગામના અસરગ્રસ્ત નો પ્રશ્ન હલ કરતા પણ હજુ ઠેકાણું પડ્યું નથી અને સ્થાનિકો ની નોકરી બાબતે હોબાળો થયો ત્યારે તમામ ગામોમાં શિક્ષિતોની યાદી વહીવટી તંત્રે બનાવી અને નોકરી આપી ત્યારે હવે નવો વિવિદ ઉભો થયો છે
તાજેતર માં ગોરા ગામના 25 જેટલા યુવક યુવતીઓએ તંત્ર દ્વારા નોકરી આપવામાં આવી તે સ્વીકારવાની ના પાડી દીધી અને જમીન સામે નોકરી આપો છો તો થોડી યોગ્ય આપો કહી આંદોલન ની ચીમકી આપી દેતા તંત મુંઝવણ માં મુકાયું છે.
ગોરા ગામની વાત કરીએ તો 200 એકર જમીનો ગુમાવી બાદ તંત્ર દ્વારા નોકરી અપાય છે અને એ પણ ખાનગી એજન્સીઓ માં સફાઈ કામદાર, ચોકીદારની આપે છે ત્યારે મૂળ જમીન ના માલિકો ને સફાઈ કામદારની ફરજ સોંપાય તે કેવી શરમ જનક વાત ગણાય અને એજન્સી બંધ થઇ જશે તો તંત્ર હાથ મુકાશે ખરું…? એમ કહી સ્થાનિક યુવક યુવતીઓએ રોષ પ્રગટ કરી નોકરી સ્વીકારવાની ના પાડી દીધી જેથી ફરી વિવાદ નો મધપૂડો છંછેડાયો છે. હવે તંત્ર શું પગલાં ભરે છે જે જોવું રહ્યું।
હાલ તંત્ર નું કહેવું છે એકે અમે શિક્ષણ જોઈને કામગીરી સોંપી છે પરંતુ આ લોકોની જે સરકારી નોકરી ની અપેક્ષા છે તે બાબતે સરકારમાં રજૂઆત કરી છે જે મંજૂરી મળે જ થાય એમ છે જેથી હાલમાં આ સ્થાનિક એજન્સીઓ માં કામ સોંપવામાં આવ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
nbsp;
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






