થાણે,તા.૨૪
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક પોલીસ અધિકારી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ ઓફિસરે ૨૩ વર્ષની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ તેના એક મિત્ર પર દુષ્કર્મનો કેસ કર્યો હતો. બાદમાં મહિલા તેના મિત્ર પર બળાત્કારનો કેસ પરત ખેંચવા માંગતી હતી.
ભિવિંડ તાલુકાની કોંગન પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારી રોહન ગોંજારી સામે આઈપીસીની ધારા ૩૭૬ અને ૫૦૬ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બળાત્કાર પીડિતાએ તેના મિત્ર સામે મુંબઈના માનખુર્દ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં આ ફરિયાદને તપાસ માટે માનખુર્દથી શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બળાત્કારી યુવક પોતાનો મિત્ર જ હોવાનું જણાવી મહિલાએ બાદમાં બળાત્કારની ફરિયાદ પરત ખેંચી લેવાનું જણાવ્યું હતું.
આ સમયે શાંતિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સપેક્ટર ગોંજારી ફરજ બજાવતા હતા. મહિલાએ જ્યારે પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મહિલાના મિત્રને છોડી દેવાની વાત કરી હતી તેમજ ૧૬મી ઓગસ્ટના રોજ મહિલાને રજનોલી બાયપાસ ખાતે મળવા બોલાવી હતી. બાદમાં પોલીસ ઇન્સપેક્ટર મહિલાને અહીંથી કલ્યાણ ખાતે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ આ અંગે ૨૧મી નવેમ્બરના રોજ કોંગલ પોલીસનો સંપર્ક ર્યો હતો. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





