માયાવતીનું વિવાદાસ્પદ નિવેદન : કેન્દ્રમાં ‘મજબૂત’ નહીં ‘મજબૂર’ સરકાર હોવી જાઈએ

0
4

ન્યુ દિલ્હી,તા.૨૪
ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તેવા પ્રશ્નની ચાલી રહેલી ચર્ચામાં હવે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે, કેન્દ્રમાં ‘મજબૂત’ નહીં પણ ‘મજબૂર’ સરકાર હોવી જાઈએ.વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષ એક થઈને મોદી સરકારને પરાજીત કરવા પ્લાન બનાવી રહ્યો છે. પરંતુ મહાગઠબંધનનો આ કોયડો રોજ વધુ અટપટો બનતો જાય છે. કોંગ્રેસ વ‹કગ કમિટીમાં ગઠબંધનના નેતૃત્વમાટે રાહુલ ગાંધીનું નામ સામે આવ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે અન્ય વિકલ્પો તપાસવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ માયાવતીએ ફરી એક વખત સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેઓ ગઠબંધન એ સ્થિતિમાં જ કરશે જ્યારે તેની પાર્ટીને પુરતી બેઠક ફાળવવામાં આવશે.
દિલ્હીની મુલાકાતે આવેલા માયાવતીએ કેન્દ્રની પૂર્ણ બહુમતીવાળી મોદી સરકાર પર શબ્દિક પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, આજે કાંશીરામની આ વાત સાચી સાબિત થઈ રહી છે કે, કેન્દ્રમાં કોઈ મજબૂત નહીં પરંતુ મજબૂર સરકાર હોવી જાઈએ. કારણકે ગઠબંધનની સરકાર વધુ જવાબદારીથી કાર્ય કરે છે.
આ ઉપરાંત માયાવતીએ કહ્યું કે, આ રાજ્યોમાં કોંગ્રેસ સાથે તાલમેલ ત્યારે જ થઇ શકશે જ્યારે અમને ગઠબંધનમાં સમ્માનજનક સીટો મળશે. આવું નહી થવા પર અમે એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છીએ.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીને લઇને દલિત મતદાતાઓને પોતાના પક્ષમાં લેવા કોંગ્રેસ બસપાને પોતાની સાથે લેશે તેવી શક્યતાઓ ચાલી રહી છે તેવા સમયે માયાવતીનું આ નિવેદન સામે આવ્યું છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ત્રણેય રાજ્યોના પાર્ટીઓના નેતાઓ સાથે વિચાર-વિમર્શ પણ કર્યો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY