કાબૂલ,તા.૩૧
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત દેશની સૌથી મોટી જેલ બહાર એક આત્મઘાતી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં સુરક્ષા દળના સિપાહીઓ અને જેલની કર્મચારીઓનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે માહિતી આપતા જણાવ્યું કે હુમલાખોરે જેલમાં કામ કરતા કર્મચારીઓને લઇને જતી બસને નિશાનો બનાવ્યો હતો.
નોંધનીય છે કે કાબુલની સૌથી મોટી જેલ પુલ-એ-ચરખીમાં સેંકડોની સંખ્યામાં કેદીઓ છે જેમાં મોટે ભાગે તાલિબાની કેદીઓનો સમાવેશ થાય છે. જેલના અધિકારી અબ્દુલ્લા કરીમી મુજબ હુમલો જેલની ગેટ પાસે કરાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને આગંતુક જેલમાં દાખલ થવા માટે સુરક્ષા-તપાસ માટે ઉભા હતા. આ હુમલો આત્મઘાતી હતો પરંતુ કોઇ પણ આતંકી સંગઠન દ્વારા તેની જવાબદારી લેવામાં આવી નથી.
આ પહેલાં ૨૯ ઓક્ટોબરે કાબુલમાં સ્થિત અફઘાન ચૂંટણી પંચના મુખ્ય કાર્યલયને નિશાનો બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ અધિકારીની મોત થઇ હતી અને અન્ય પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકી સંગઠને લીધી હતી. પોલીસ વડા મુજબ હુમલાખોર સુરક્ષાથી લેસ ચૂંટણી પંચના કાર્યાલયના ગેટ તરફ વધી રહ્યો હતો, પરંતુ તેની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા પોલીસે તેની પર ગોળીબાર કર્યો હતો. જેમાં હુમલાખોરે શરીર સાથે લાગેલા વિસ્ફોટકોને બ્લાસ્ટ કરી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




