મુંબઈમાં ઝડપથી ફેલાતી લેપ્ટોસ્પાયરોસિસની ખતરનાક બીમારીઃ ચારનાં મોત

0
2

મુંબઈ,તા.૨૪
મુંબઈમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પગલે રહસ્યમય અને ખતરનાક બીમારી ફેલાઈ રહી છે. ખાસ કરીને વરસાદનાં બંધિયાર પાણીને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા ઉપરાંત ખતરનાક લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીની ચપેટમાં અનેક લોકો આવી ગયા છે અને અત્યાર સુધીમાં આ બીમારીના કારણે ચારનાં મોત થયાં છે. આ બીમારીના ચેપથી દર્દીનું ૨૪ કલાકમાં મોત થઈ જાય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર લેપ્ટોસ્પાયરોસિસ એક જીવાણુ રોગ છે, જેને ઉંદરો અને પાળતું પ્રાણીઓ પ્રભાવિત કરે છે અને તે મળમૂત્ર દ્વારા ફેલાય છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા શરીરમાં એક વાર દાખલ થયા બાદ માત્ર ૨૪ કલાકની અંદર આખા શરીરમાં ફેલાઈ જાય છે અને ૨૪ કલાકની અંદર દર્દી મોતને ભેટે છે.
આ બીમારીનાં લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીર તૂટવું, ડાયરિયા, આંખો લાલ થઈ જવી, ઉપરાંત કમળો અને સાંધામાં દર્દ, થાક વગેરે જાવા મળે છે. ભારે વરસાદને કારણે આ બીમારી વધવાનો ખતરો વધી જાય છે. આમ તો આ બીમારી ગરમ વિસ્તારોમાં થાય છે, પરંતુ વરસાદને કારણે તેના બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. ખાસ કરીને આફ્રિકા, દક્ષિણ ઈસ્ટ એશિયા, સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા તેમજ કેરેબિયન દેશોમાં વધુ જાવા મળે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જા કોઈ પણ વ્યક્તિને લેપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. હાર્ટકેર ફાઉન્ડેશનના ડો. કે. કે. અગ્રવાલે જણાવ્યું હતું કે ભારે વરસાદ અને તેનાં પરિણામે આવતાં પૂરથી ઉંદરોની સંખ્યા વધી જતાં તેના બેક્ટરેરિયા ઝડપથી ફેલાય છે. ચેપનો ભોગ બનેલા ઉંંદરોનાં મળમૂત્રમાં મોટી સંખ્યામાં લેપ્ટોસ્પાયરસ હોય છે, જે પૂરનાં પાણીમાંથી મળી આવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY