બજેટઃ પોલીસમાં ૫૬૩૫ ભરતીઓ સાથે ટ્રાફિક બ્રિગેડમાં ૪૦૦૦ નવી ભરતી

0
116

ગાંધીનગર,
રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજૂ કરેલા બજેટમાં પોલીસ દળમાં ૫૬૩૫ નવી ભરતીઓ કરવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં ચાર હજાર સ્વયં સેવકોનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોના માનદ વેતનમાં પણ વધારો કરાશે.
નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના શહેરી વિસ્તારોમાં વધતા જતા વાહનોની સંખ્યાને ધ્યાને લઈને ૨૦૦ કરોડની વિશેષ જાગવાઈ કરવામાં આવી છે. પોલીસ દળમાં આગામી વર્ષમાં ૫૬૩૫ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. તેમાં ૧૫૦૦ જેટલી જગ્યાઓ ટ્રાફિકના હેતુસર ભરવામાં આવશે.
એ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વયંસેવકોની ભરતી થશે. તેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. તેનાથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની સંખ્યા ૬૦૦૦થી વધીને ૧૦,૦૦૦ થશે. ટ્રાફિક બ્રિગેડના સ્વયં સેવકોને હાલ ૨૦૦ રૂપિયા લેખે દૈનિક માનદ વેતન મળે છે તે વધારીને રૂ.૩૦૦ કરવામાં આવ્યું છે.
એ ઉપરાંત આઠ મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને ગેરકાયદેસર થતા પા‹કગની સમસ્યા નિવારવા માટે સાધન સામગ્રી ખરીદવાની પણ બજેટમાં જાગવાઈ કરવામાં આવી છે. પોલીસ ખાતના રહેણાક અને બિન રહેણાકના મકાનોના બાંધકામ માટે રૂ.૩૬૦ કરોડની બજેટમાં જાગવાઈ કરવામાં આવી છે.
શહેરોમાં સીસીટીવી કેમેરા મૂકવા માટે ૧૦૨ કરોડ રૂપિયાની જાગવાઈ કરાઈ છે. અમદાવાદ મધ્યસ્થ જેલ, હિંમતનગર જિલ્લા જેલ તથા મહેસાણા જેલના બાંધકામ સહિતના જેલોના બાંધકામ માટે કુલ ૯૭ કરોડની જાગવાઈ કરવામાં આવી છે.
જ્યારે સુરતલ વડોદરા, રાજકોટ અને મહેસાણા ખાતે નવા ચાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટે એક કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે. પોલીસ તંત્રના આધુનીકીકરણ તથા ફોરÂન્સક સાયન્સ તંત્રને સદૃઢ બનાવવા માટે કુલ ૫૭ કરોડની જાગવાઇ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY