ન્યુ દિલ્હી/મુંબઈ,
તા.૯/૩/૨૦૧૮
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને સામાન્ય માણસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં ૧ રૂપિયાનો વધારો થયો છે. એક્સપટ્ર્સનું માનવું છે કે ઇન્ટનેશનલ માર્કેટમાં ક્રુડ ઓયલની કિંમતમાં વધારો થવાથી ભારતીય રૂપિયો નબળો પડતા પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ૯ માર્ચે રાષ્ટીય રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમત ૭૨.૪૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડિઝલની કિંમત ૬૩ રૂપિયાની નજીક એટલે કે ૬૨.૮૮ રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
કેડિયા કમોડિટીનાં એમડી અજય કેડિયાએ જણાવ્યું હતું કે આંતરાષ્ટીય બજારમાં ક્રુડ ઓઈલ ૩ માર્ચથી ૯ માર્ચ સુધીમાં લગભગ ૨ ડોલર પ્રતિ બેરલ મોંઘું થયું છે. જેથી સતત થઈ રહેલા વધારાને કારણે કંપનીએ કિંમતમાં વધારો કર્યો છે. જા કે કિંમતોમાં વધારે ઉછાળાની સંભાવના ઓછી છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૮૨ ટકા ક્રુડ ઇમ્પોર્ટ કરે છે. ક્રુડની કિંમતમાં સતત વધારો થવાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ તેના રેશિયોમાં વધી રહ્યો છે. જેથી કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર અસર પડે છે. વળી ક્રુડ સસ્તુ થાય છે તો સરકારને ફરી વાર બેલેન્સશીટ સુધારવાનો મોકો મળે છે. બજેટ પહેલા ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે જા ક્રુડ ઓઇલની કિંમત ૧૦ ડોલર પ્રતિ લિટર વધે છે તો તે રેશિયોના ગ્રોથમાં ૦.૨થી ૦.૩ ટકા સુધીની કમી આવી જાય છે. જ્યારે ડબ્લ્યુપીઆઈ ઇન્ફ્લેશનમાં ૧.૭ ટકાનો વધારો થાય છે. જેથી કરંટ અકાઉન્ટ ડેફિસિટ ૧૦૦૦ કરોડ ડોલર વધી જાય છે. એવામાં ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો થાય તો સરકારની ચિંતામાં ઘટાડો થઈ શકે છે.
મુંબઈ
૯ માર્ચ ૮૦.૩૦ રૂપિયા પ્રતિ લિટર
૧ માર્ચ ૭૯.૪૫ રૂપિયા પ્રતિ લિટર
મોંઘુઃ ૦.૮૫ રૂપિયા પ્રતિ લિટર
કલકત્તા
૯ માર્ચ ૭૫.૧૬ રૂપિયા પ્રતિ લિટર
૧ માર્ચ ૭૪.૩૨ રૂપિયા પ્રતિ લિટર
મોંઘુઃ ૦.૮૪ રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી
૯ માર્ચ ૭૨.૪૩ રૂપિયા પ્રતિ લિટર
૧ માર્ચ ૭૧.૫૭ રૂપિયા પ્રતિ લિટર
મોંઘુઃ ૦.૮૬ રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ
૯ માર્ચ ૭૫.૧૨ રૂપિયા પ્રતિ લિટર
૧ માર્ચ ૭૪.૨૧ રૂપિયા પ્રતિ લિટર
મોંઘુઃ ૦.૯૧ રૂપિયા પ્રતિ લિટર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"