ગાંધીનગર,
ગુજરાતમાં આ બજેટમાં સૌથી મોટો પડકાર એ ખેડૂતોને લાભ આપવાનો હતો. નીતિનભાઈ પટેલે રજૂ કરેલા આ બજેટમાં ખેડૂતોને લાભ આપવાનો પ્રયત્ન કરાયો છે. કૃષિ અને સહકાર વિભાગ માટે ૬, ૭૫૫ કરોડ રૃપિયાની ફાળવણી વચ્ચે ખેડૂતોને પાકના ભાવ અપાવવા માટે આ બજેટમાં વાયદા, વચનોની લ્હાણી કરાઈ હતી. આ વર્ષે કપાસ સિવાય એક પણ પાકના ખેડૂતોને ભાવ મળ્યા નથી. મગફળીની ખરીદીમાં પણ કૌભાંડની આશંકાઓ વચ્ચે સીટની રચના કરવી પડી હતી. આ બજેટમાં બાગાયાત, પશુપાલન, મત્સ્યપાલન ક્ષેત્રને ધ્યાન રખાયું હતું. ગુજરાતના ખેડૂતોને ભાવ મળે એ સૌથી વધુ જરૃરી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી એ ફક્ત ૧૦ ટકાથી વધારે ન હોવાથી ખેડૂતોને ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચાણ કરવું પડે છે. જે બાબતે ખેડૂતોમાં ગુજરાતમાં ભારોભાર અસંતોષ છે. આ વર્ષે ઉનાળું સિઝનમાં ખેડૂતોને પાણી મળી રÌšં નથી. જે બાબતે ખેડૂતોમાં રોષ વચ્ચે ખેડૂતોને આ બજેટની યોજનાઓ ફક્ત યોજનાઓ ન રહી ફાયદાકારક બની રહે એ પણ જરૃરી છે.
ગુજરાત સરકાર ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને લોન અપાશે. ખેત તલાવડી બનાવાવ ૮૫ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. કૃષિ મહોત્સવ માટે ૩૦ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. રાષ્ટÙીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૯૫ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે ૨૮.૫૦ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા ૩૬ કરોડની જાગવાઈ કરવામાં આવી છે.
ઈઝરાયેલની ટેકનોલોજીનો લાભ લેવા માટે ૪ નવા સેન્ટર ઓફ એÂક્સલન્સ બનાવાશે. હાઈસ્પીડ ડિઝલ ઓઈલ પર વેરા માફ કરાશે. આ ઉપરાંત બજેટમાં ૫૦૦ કરોડની જાગવાઈ ખેડૂતોને ધિરાણ માટે કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને ઝીરો ટકા દરે લોન આપવામાં આવશે. ઓપરેશન ગ્રીન લાઈન હેઠળ શાકભાજી અને ફળો માટે પ્રાઈમરી અને એડવાન્સ પ્રોસેસિંગ સુવિધા માટે ફેડરેશનની સ્થાપના કરવા ૩૦ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા ૨૩ લાખ મેટ્રીક ટનથી વધારીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ લાખ મેટ્રિક ટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"