નવસારીમાં ટાટાહોલ નજીક તળાવ ફરતે જુગારીઓ, દારૂડિયાઓએ અડ્ડો જમાવ્યો

0
65

નવસારી, 21/02/2017

નવસારી પાલિકાના શાસકો દ્વારા વિકાસની બુમરાણ વચ્ચે પાલિકાના થયેલા વિકાસનાં કામોનો યોગ્ય ઉપયોગ ન કરાતા કેટલાય પ્રોજેક્ટો ધૂળ ખાઈ રહ્યા છે. તો પાલિકાની માલિકીની જગ્યા નો યોગ્ય ઉપયોગ ન થતાં આજે ત્યાં જુગારીઓ, દારૂડિયાઓએ અડ્ડો જમાવી દીધાનું જાણવા મળે છે. નવસારી પાલિકાની બાજુમાં જ આવેલા દુધિયા તળાવ ખાતે પાલિકાએ મધુરજળ યોજના અમલમાં મૂકી છે. તો બાજુમાં ટાટા હોલ નજીક પણ એક તળાવ આવેલું છે, જોકે, પાલિકાએ આ તળાવની પાસે ડાન્સિંગ ફુવારો તથા એમપી થિયેટરનું આયોજન કર્યું હતું. પરંતુ તેનો ઉપયોગ થતો નથી. તો ફુવારો પણ બંધ હાલતમાં પડેલો છે. બીજી તરફ બાજુના તળાવનો પાલિકા ઉપયોગ ન કરી શકતી હોય ત્યાં આજે જુગારીઓએ અડ્ડો જમાવ્યો છે. તો બહારની બાજુએ લારીગલ્લા અને દુકાનદારોએ કબજો જમાવ્યો છે. આ બાબતે પાલિકાના શાસકો અજાણ હોવાનું જાણવા મળે છે. તળાવમાં પાણી લીલવાળું હોય તેનો કોઈ ઉપયોગ થતો નથી. તો પાલિકાએ તળાવ ફરતે ગ્રીલ મૂકી છે. પરંતુ જુગારીઓએ આ ગ્રીલ તોડીને અંદરની બાજુ ક્લબો શરૂ કરી દીધા છે. જ્યાં કહે છે કે પાના રમાય છે. આ બાબતે માર્કેટ શાખા દ્વારા પણ યોગ્ય પગલાં ન લેવાતા કહે છે કે જુગારીઓએ આ જગ્યાને કાયમી બનાવી દીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY