સ્પેનની ૧૨૦ વર્ષ જૂની ક્લબે પ્રથમ વાર ભારતીય ફૂટબોલરને સાઇન કર્યો

0
70

 

ન્યુ દિલ્હી
સ્પેનની સૌથી જૂની ક્લબોમાંની એક પાલામોસ ફૂટબોલ ક્લબે દિલ્હીના અંડર-૧૯ વર્ગના ફૂટબોલર લવ કપૂરને સાઇન કર્યો છે. લવ હાલ ક્લબ તરફથી એમેચ્યોર કોન્ટ્રેક્ટ અંતર્ગત રમશે. લવને સિઝન સારી જાય તેવી આશા છે, ત્યાર બાદ તે સ્પેનિશ ક્લબ તરફથી પ્રોફેશનલ કોન્ટ્રેક્ટ કે પછી ભારતમાં આઇએસએલ અથવા આઇ લીગ ક્લબમાં રમવાની કોશિશ કરશે. પાલામોસ સીએફ સ્પેનમાં ફોર્થ ટિયરની ટીમ છે. આ ટીમ કેટાલૂનિયાની સૌથી જૂની અને સ્પેનની ત્રીજા નંબરની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે. આ સ્તરની કોઈ ક્લબે પહેલી વાર ભારતીય ખેલાડી સાથે કરાર કર્યો છે. પાલામોસ ક્લબના ૧૨૦ વર્ષના ઇતિહાસમાં તેણે ભારતીય મૂળના ખેલાડી સાથે પહેલી વાર કરાર કર્યો છે. લવ કપૂરને આ તક સ્પેનિશ ફૂટબોલ એકેડેમી પરફેક્ટ ફૂટબોલ દ્વારા મળી છે, જેણે ઈશાન સાહીને પણ મોકો અપાવ્યો હતો. ઈશાન હાલ પાલામોસ સીએફની પહેલી ટીમ સાથે પ્રેÂક્ટસ કરી રહ્યો છે. આ ઉપરાંત તે સ્થાનિક ક્લબ કાલોંગે તરફથી પણ રમે છે. લવ કપૂરે ત્રણ વર્ષ સુધી ઈંગ્લેન્ડ અને ફ્રાંસમાં ટ્રેનિંગ લીધી છે. લવ કપૂરે સ્પેનમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું, ”હું આ અનુભવથી ઘણો ખુશ છું. હું ટીમના લક્ષ્યને પૂરું કરવામાં મદદ કરવા ઇચ્છું છું.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY